બોપલમાં રહેતી મહિલાએ 2 રૂપિયા ટ્રાન્સફર કરીને 3 લાખ ગુમાવ્યા
અમદાવાદ, રાજ્યમાં લોકો સાથે થતી છેતરપિંડીના રોજ નવા કિસ્સાઓ સામે આવી રહ્યા. ત્યારે વધુ એક ઠગાઇનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરની બોપલમાં રહેતી સિનિયર સિટિઝન મહિલાએ પુત્રનો પાસપોર્ટ આવ્યો ન હોવાથી ગૂગલ પર બ્લૂ ડાર્ટનો નંબર સર્ચ કર્યો હતો. The woman transferred 2 rupees and lost 3 lakhs
જે પછી ફોન ઉપાડનાર વ્યક્તિએ મહિલા સાથે મોટો ખેલ પાડ્યો હતો. આ અંગે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, મહિલાએ દીકરાનો પાસપોર્ટ આવ્યો ન હોવાથી ગૂગલ પરથી બ્લૂ ડાર્ટ કંપનીનો નંબર લઇને ફોન કર્યો હતો. ફોન ઉપાડનાર વ્યક્તિએ મહિલા પાસે એક લિંક ભરાવી બે રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. જે બાદ મહિલાના એકાઉન્ટમાંથી ૧૩ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. આ ટ્રાન્ઝેક્શનમાં ૨.૯૭ લાખ ઉપાડી લીધા હતા.
સાઉથ બોપલમાં રહેતા કાશ્મીરા દવેએ આ અંગેની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યુ છે કે, ૧૦ ફેબ્રુઆરીએ તેમના દીકરાનો પાસપોર્ટ બ્લૂ ડાર્ટમાંથી આવવાનો હતો. જે આવ્યો ન હોવાને કારણે કાશ્મીરાબેને ગૂગલ પરથી બ્લૂ ડાર્ટનો ટોલ ફ્રી નંબર મેળવી ફોન કર્યો હતો. ફોન ઉપાડનારે પોતે કંપનીનો કર્મચારી હોવાનું કહી વોટ્સએપ પર એક લિંક મોકલી હતી. જાે લિંક ભરીને બે રૂપિયા ટ્રાન્સફર કરશો તો પોસપાર્ટનું લોકેશન મળી જશે એમ કહ્યુ હતુ.
જેથી કાશ્મીરાબેને લિંક ખોલી રૂ. ૨ જમા કરાવ્યા હતા. જાેકે થોડા સમય પછી તેમના એકાઉન્ટમાંથી અલગ અલગ ૧૩ ટ્રાન્ઝેક્શનથી ૨.૯૭ લાખ ઉપડી ગયા હતા. જેથી તેમણે ગૂગલ પરથી મેળવેલા નંબર પર ફોન કર્યો હતો, પરંતુ તે સ્વિચઓફ આવતો હતો. જે બાદ તેમની સાથે છેતરપિંડી થઇ છે તેમ જાણીને તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદમાં પણ ઠગાઇનો કિસ્સો સામે આવ્યો હતો. જેમા કેનેડા જવા ઓનલાઇન સસ્તી ટિકિટના નામે લાખોનું ફુલેકુ ફેરવી એજન્ટ ફરાર થઇ ગયો હોવાની ફરિયાદ સેટેલાઈટ પોલીસમાં નોંધાઇ હતી. જાેકે, એક બાજુ ભોગ બનનારએ પોલીસને જાણ કરી અને બીજી બાજુ એજન્ટ ગાયબ થઇ જતાં પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. ભોગ બનનાર લોકોએ આ મામલે અમદાવાદ પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે.SS1MS