Western Times News

Gujarati News

નાઈટ ક્લબમાં સોહેલ ખાન-સિકંદર ખેર વચ્ચે ઝઘડો થયો હતો

મુંબઈ, અભિનેતા અશ્મિત પટેલ તેની કારકિર્દીની શરૂઆતમાં ખૂબ જ લોકપ્રિય બન્યો હતો. ૨૦૦૪માં આવેલી ફિલ્મ ‘મર્ડર’માં ઈમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવત સાથે જોવા મળેલા અશ્મિત પટેલની ખૂબ ચર્ચા થઈ હતી. પરંતુ તે પછી તે ઈન્ડસ્ટ્રીમાંથી એવી રીતે ગાયબ થઈ ગયો કે લોકો તેનું નામ પણ ભૂલી જવા લાગ્યા.’

કહો ના પ્યાર હૈ’ અને ‘ગદર’ની અભિનેત્રી અમીષા પટેલના ભાઈ અશ્મિતે હવે એક ચોંકાવનારો ખુલાસો કર્યાે છે. અશ્મિતે જણાવ્યું કે એકવાર સલમાન ખાનના ભાઈ સોહેલ ખાન અને અનુપમ ખેરના પુત્ર સિકંદર ખેર વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી.

લડાઈને તોડવા માટે અશ્મિતે બંને તરફથી મુક્કાનો સામનો કરવો પડ્યો હતો.અશ્મિતે સિદ્ધાર્થ કન્નન સાથેના ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘સોહેલ ખાન અને સિકંદર ખેર વચ્ચે લડાઈ થઈ હતી.

હું તેમાં સામેલ પણ નહોતો. હું બંનેને અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મેં સિકંદરને ત્યાંથી લઈ જવાનો પ્રયત્ન કર્યાે. તે આગ્રહ રાખતો હતો કે તે સોહેલ સાથે વાત કરશે. મેં તેને કહ્યું કે આ યોગ્ય સમય નથી અને જ્યારે બધા શાંત હોય ત્યારે તેણે વાત કરવી જોઈએ.સિકંદર સાથેની મિત્રતા તૂટવા અંગે વાત કરતાં અશ્મિતે કહ્યું, ‘ત્યારબાદ સોહેલ ભાઈ બહાર આવ્યા અને ફરી તેઓ એકબીજા પર મુક્કા મારવા લાગ્યા. અને મેં ફરીથી બંનેને રોકવાની કોશિશ શરૂ કરી.

એક તબક્કે સિકંદરે મને ધક્કો મારીને કહ્યું, ‘કેમ દખલ કરી રહ્યા છો?’ હું વાસ્તવમાં બંને બાજુથી ફટકો પડી રહ્યો હતો કારણ કે જ્યારે તમે લડાઈની વચ્ચે હોવ ત્યારે તમે ન ઇચ્છતા હોવ તો પણ તમને ફટકો પડે છે.

પછી મને ગુસ્સો આવ્યો. હું તેને બચાવવાની કોશિશ કરી રહ્યો હતો અને તેણે મારા પર હાથ ઉપાડીને મારી સાથે દુર્વ્યવહાર કર્યાે. પછી કદાચ મેં પણ તેના પર હાથ ઉપાડ્યો. તે કદાચ હજુ પણ આ માટે મારાથી નારાજ છે.

’મર્ડર’ પછી અશ્મિત ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો, જે બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ન કરી શકી. તેણે ‘ફાઈટ ક્લબ’, ‘કુદિયોં કા હૈ જમાના’ અને ‘ટાસ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ આ ફિલ્મો ચાલી શકી નહીં.

બીજી તરફ જો સિકંદરની વાત કરીએ તો તેણે તાજેતરમાં જ હોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે. તે દેવ પટેલની ફિલ્મ ‘મંકી-મેન’માં મહત્વની ભૂમિકામાં જોવા મળ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.