હિંમતનગર શહેરની હડીયોલની પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા
હિંમતનગર, સાબરકાંઠામાં મંદિર અને શાળાઓમાં પણ ચોરીનું પ્રમાણ વધવાનું શરુ થયુ છે. તસ્કરોના ત્રાસથી હિંમતનગર અને વિસ્તારના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે, ત્યાં હવે શાળાને પણ નિશાન બનાવી છે. હિંમતનગર શહેરને અડકીને આવેલા હડીયોલ ગામની પ્રાથમિક શાળામાં તસ્કરોએ હાથ ફેરો કરવાનો પ્રયાસ કરી નુક્સાન પહોંચાડ્યુ છે.
હડીયોલ ગામ શિક્ષણ નગરી તરીકે રાજ્યભરમાં જાણીતું છે. આ ગામ અને આસપાસના વિસ્તારમાંથી રાજ્ય ભરમાં શિક્ષકો ફરજ બજાવે છે. ગામમાં દરેક ઘરમાં શિક્ષક છે અને ગામની સરકારી શાળા ઉત્તમ શિક્ષણ આપવા માટે જાણીતી છે.
તસ્કરોના ત્રાસથી હિંમતનગર અને જિલ્લાના લોકો પરેશાન થઈ ચૂક્યા છે. ચોરીના બનાવો જાણે કે રોજબરોજના થઈ ચૂક્યા છે. સવાલો પણ થઈ રહ્યા છે કે, ચોરીના બનાવો ચોપડે નોંધાય છે એના કરતા વધારે બની રહ્યા છે.
આ દરમિયાન હવે હડીયોલ ગામની પ્રાથમિક શાળામાં ચોરીનો પ્રયાસ કરાયો છે. શિક્ષણના ધામ સમાન હડીયોલ ગામમાં તસ્કરોએ નુક્સાન પહોંચાડવાના બનાવે ચોંકાવી મૂક્યા છે. ગામની સુંદર પ્રાથમિક શાળામાંથી તસ્કરોએ સરકારી મિલક્ત અને વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ઉપયોગી સામાનની ચોરીનો પ્રયાસ કરી નુક્સાન પહોંચાડ્યુ છે.
ઉત્તરાયણની રજા બાદ ગત ૧૬ જાન્યુઆરીએ શાળા ખુલી હતી. શાળા ખુલવા સમયે આચાર્ય અને શિક્ષકો પહોંચતા હોલમાં ગોઠવેલ સરસામાન વેરવિખેર પડ્યો હતો. જેમાંથી ન્ઈડ્ઢ અને અન્ય સામાનને નુક્સાન પહોંચાડ્યું હોવાનું જણાયું હતુ. ૩ ન્ઈડ્ઢ, વેલ કેમેરા ૨૨ નંગ, કોમ્પ્યુટર માઉસ તથા કી બોર્ડ સહિતના ૨૫ હજાર કરતા વધુના સામાનને નુક્સાન કર્યુ હતુ.
જાેકે આ મામલે ફરિયાદ નોંધાતા બે સપ્તાહ કરતા વધારે સમય લાગ્યો છે, તે વધારે અચરજ સર્જી રહ્યુ છે. ઉત્તરાયણ સમયે ચોરી કરવાના પ્રયાસે નુક્સાન થવા છતાં ૨૯ જાન્યુઆરીએ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે ફરીયાદમાં શિક્ષક પિયુષ પ્રજાપતિએ લખાવ્યુ છે કે, વડી કચેરીએ આજરોજ હુકમ કરતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. સવાલ એ થઈ રહ્યો છે કે, સરકારી મિલક્ત હોવા છતાં ફરિયાદ નોંધવા માટે ૧૩ દિવસ જેટલો સમય ફરિયાદ નોંધવાની મંજૂરી લેવામાં સમય વિતી ચૂક્યો. SS3SS