કારમાં આવી બકરા ચોરી કરતાં તસ્કરો ઝડપાયા
(પ્રતિનિધિ) ગોધરા, શહેરા તાલુકાના ચાંદલગઢ ગામે આવેલા પ્રસિદ્ધ ખોડિયાર મંદિરના પ્રાંગણમાં રમતા મુકેલા ૧૧ બકરાઓની તસ્કરી મામલે પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી બકરા તસ્કરીમાં ઉપયોગમાં લેવાયેલી કારને ખેડા જિલ્લાના નડીયાદ ખાતેથી શોધી કાઢી શહેરા પોલીસ મથકે લાવવામાં આવી. જો કે કેટલાક બકરા તસ્કરો ફરાર.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ચાંદલગઢ મુકામે આવેલા પ્રસિદ્ધ ખોડિયાર મંદિરે આવતા માઈ ભક્તો પોતાના કામ માટે બાધા માનતા રાખતા હોય છે અને એ પૂર્ણ થતા તેઓ દ્વારા માતાજીના મંદિરે બકરા રમતા મુકતા હોય છે, ત્યારે આવા ૧૧ બકરા કિં.રૂ.૪૪ હજારના મંદિરના પ્રાંગણમાં રમતા હોય છે. જેની તસ્કરી માટે રાત્રિના સમયે એક કાર આવી રેકી કરી તે કારમાં તમામ ૧૧ બકરાઓની તસ્કરી કરવામાં આવે છે.
જે સંદર્ભની એક ફરિયાદ મંદિરના પૂજારી દ્વારા શહેરા પોલીસ મથકે નોંધાવી હતી અને શહેરા પી.આઈ રાહુલ રાજપુતે સી.સી.ટીવી ફૂટેજના અભ્યાસના આધારે બે અલગ અલગ સર્વેલન્સની ટીમો બનાવી તેઓએ માર્ગદર્શિત કર્યા હતા.જેમાં તેઓને માહિતી મળી હતી કે ખેડા જિલ્લાના નડીઆદ શહેરના કેટલાક શખ્સો બકરા તસ્કરીમાં સામેલ છે અને તેમાં વપરાશમાં લેવાયેલી કાર પડેલી છે.
આથી તેઓએ તાત્કાલિક સર્વેલન્સ ટીમને નડીયાદ ખાતે જવાનો આદેશ કર્યો હતો અને પોલીસે ગાડી કબ્જે લઈ શહેરા પોલીસ મથકે લઈ આવ્યા હતા. સાથો સાથ શહેરા પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં ત્રણ બકરા તસ્કરોને ઝડપી પાડીને કાયદેસરની