Western Times News

Gujarati News

TVS મોટર XL100 કમ્ફર્ટ આઇ-ટચ સ્ટાર્ટ લોન્ચ કરશે

Mr. S Vaidyanathan Vice President - Utility Products TVS Motor Company.

અમદાવાદ,  ટૂ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર્સની પ્રતિષ્ઠિત ઉત્પાદક ટીવીએસ મોટર કંપનીએ આજે એનું ટીવીએસ એક્સએલ100 કમ્ફર્ટ આઇ-ટચસ્ટાર્ટ વેરિઅન્ટ લોંચ કરવાની જાહેરાત કરી હતી. વાહન સ્ટાઇલિશ અને સુંદર હેડલેમ્પ ફેરિંગ, લાંબી અને સુવિધાજનક ડ્યુઅલ ટોન સીટ વિથ કુશન બેક રેસ્ટ, ક્રોમ એલીમેન્ટ – ક્રોમ લેગ ગાર્ડ અને ક્રોમ સાઇલન્સર ગાર્ડ અને ફ્રન્ટ હાઇડ્રોલિક સસ્પેન્શન જેવી સુવિધાઓ ધરાવે છે, જે સવારી દરમિયાન વધારે સાનુકૂળતાની ખાતરી આપે છે.

આ પ્રસંગે ટીવીએસ મોટર કંપનીનાં યુટિલિટી પ્રોડક્ટ્સનાં વાઇસ પ્રેસિડન્ટ શ્રી એસ વૈદ્યનાથને કહ્યું હતું કે, “આ વર્ષો દરમિયાન ટીવીએસ એક્સએલ બ્રાન્ડ એની ગ્રાહકને સંતોષ આપવાની ફિલોસોફી પર ખરી ઉતરી છે, જેણે અમને 1.25 કરોડથી વધારે ખુશ ગ્રાહકોની સફળતા મેળવવામાં મદદ કરી છે.

ટીવીએસ એક્સએલ 100 કમ્ફર્ટ આઇ-ટચ સ્ટાર્ટ વેરિઅન્ટની પ્રસ્તુતિ આ ફિલોસોફીનું એક્ષ્ટેન્શન છે, કારણ કે એનો ઉદ્દેશ અમારા ગ્રાહકોની વધતી જરૂરિયાતો માટે અદ્યતન ખાસિયતોની શ્રેણી પ્રસ્તુત કરવાનો, પોતાની કોમ્પેક્ટ અને ઓટોમેટિક ગીયર સાથે લાઇટવેટ ડિઝાઇન દ્વારા વધારે સુવિધાની ખાતરી સાથે આ વાહન બજારમાં સૌથી વધુ વાજબી ટૂ વ્હીલર્સમાંનું એક છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “અત્યારે કોઈ પણ સમુદાયની સૌથી મોટી સમસ્યાઓમાંની એક સમસ્યા ટ્રાફિક છે – પ્રવાસનો લાંબો સમય, ગીચ માર્ગો પરથી પસાર થવામાં મુશ્કેલી અને પોતાનું વાહન પાર્ક કરવા માટે સુવિધાજનક જગ્યા મેળવવી પણ સમસ્યાઓ છે. અત્યારે નાનું ટૂ-વ્હીલર પણ આ જ પ્રકારની સમસ્યાઓ ધરાવે છે.

એટલે ટીવીએસે તેમને રોજિંદી જીવનશૈલીનું મેનેજમેન્ટ કરવામાં મદદરૂપ થવા અને વાજબી ખર્ચે સરળ રીતે વિવિધ ટૂંકી ટ્રિપ કરવા સોલ્યુશન પ્રસ્તુત કર્યુ છે.”

ટીવીએસ એક્સએલ100 કમ્ફર્ટ આઇ-ટચસ્ટાર્ટ ટૂ-વ્હીલર સેગમેન્ટમાં પ્રથમ પ્રકારની ઇનોવેટિવ ઇલેક્ટ્રિક સ્ટાર્ટ ટેકનોલોજી ‘આઇ-ટચસ્ટાર્ટ’ ધરાવે છે, જે ઇન્ટિગ્રેટેડ સ્ટાર્ટર જનરેટર સિસ્ટમ સાથે આવે છે. આ વેરિઅન્ટ વિવિધ ખાસિયતો પૂરી પાડે છે, જેમાં કોઈ પણ જગ્યાએ કનેક્ટેડ રહેવા માટે મોબાઇલ ચાર્જિંગનો વિકલ્પ, ફ્રન્ટ હાઇડ્રોલિક સસ્પેન્શન જેવો મોટરસાયકલનો અનુભવ, 16” મોટા વ્હિલ, જે કોઈ પણ રોડ પર અનુકૂળ છે, સરળ સેન્ટર સ્ટેન્ડ, શ્રેષ્ઠ બ્રેકિંગ માટે સિન્ક બ્રેકિંગ ટેકનોલોજી તથા આકર્ષક બોડી ગ્રાફિક્સ સામેલ છે, જે વાહનની આકર્ષકતામાં વધારો કરે છે. હાઈ સ્પાર્ક એનર્જી દ્વારા પાવર્ડ ટૂ-વ્હીલર શ્રેષ્ઠ પિક અપ સાથે સોલિડ પર્ફોર્મન્સ આપે છે. આ 99.7સીસી ફોર સ્ટ્રોક એન્જિન ધરાવે છે, જે મહત્તમ પાવર 3.20kW (4.3 bhp) @ 6000rpmઅને મહત્તમ ટોર્ક 6.5Nm@3500rpm આપે છે.

અતિ વાજબી કિંમતે ઉપલબ્ધ આ વ્હિકલ ત્રણ વિશિષ્ટ કલર સ્કીમ –કૂલ મિન્ટ બ્લૂ, લસ્ટર  ગોલ્ડ અને સ્પાર્કિંગ સિલ્વરમાં મળશે. નવા લોંચ થયેલા એક્સએલ100 કમ્ફર્ટ આઇ-ટચસ્ટાર્ટની કિંમત રૂ. 41,015 (એક્સ-શોરૂમ, ગુજરત) છે. અત્યારે ટીવીએસ એક્સએલ 100 પાંચ વેરિઅન્ટ ધરાવે છે – એક્સએલ100, એક્સએલ100 કમ્ફર્ટ, એક્સએલ100 હેવી ડ્યુટી, એક્સએલ100 હેવી ડ્યુટી આઇ-ટચસ્ટાર્ટ અને નવું એક્સએલ100 કમ્ફર્ટ આઇ-ટચસ્ટાર્ટ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.