Western Times News

Gujarati News

ફ્લોરિડામાં થયેલા ગોળીબારમાં બે FBI એજન્ટોનાં મોત થયા

સનરાઇઝ (યુએસ), અમેરિકાના સાઉથ ફ્લોરિડામાં બાળ શોષણ કેસમાં જારી કરાયેલા ફેડરલ સર્ચ વોરંટ પર કાર્યવાહી દરમિયાન ગોળીબારમાં બે એફબીઆઈ એજન્ટોનું ગોળી વાગતા મોત થયું છે, જ્યારે ત્રણ ઘાયલ થયા હોવાના સમાચાર છે. આ ગોળીબારમાં એક શંકાસ્પદ આરોપી પણ ઠાર મરાયો છે. Two FBI agents are dead and three more wounded after being shot Tuesday morning while serving a warrant in south Florida.

એફબીઆઈના અધિકારીઓએ આ માહિતી આપી છે. એફબીઆઇ મિયામીના વિશેષ એજન્ટ માઇકલ ડી. લિવરોકે જણાવ્યું હતું કે ગોળીબારમાં શંકાસ્પદ પણ માર્યો ગયો હતો, જે થોડા સમય માટે ઘરની અંદર છુપાયો હતો.

લિવરોકે જણાવ્યું કે ઘાયલ થયેલા બે એજન્ટોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ સ્થિર છે. તેમણે કહ્યું કે મૃતક એજન્ટોના નામ તાત્કાલિક જાહેર કરવામાં આવશે નહીં. શંકાસ્પદનું નામ પણ જાહેર કરવામાં આવ્યું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.