Western Times News

Gujarati News

વેરાવળથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં વધુ બે આરોપીની ધરપકડ

(એજન્સી)વેરાવળ, રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાયુક્ત પદાર્થો ઝડપાતા રહે છે. આવી જ એક ઘટના ગીર સોમનાથના વેરાવળમાં બની હતી. વેરાવળના દરિયા કાંઠેથી પકડાયેલા કરોડોના ડ્રગ્સ કેસમાં વધુ બે આરોપી પોલીસ સકંજામાં આવી ગયા છે. Two more accused arrested in drug case seized from Veraval

રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાયુક્ત પદાર્થો ઝડપાતા રહે છે. આવી જ એક ઘટના ગીર સોમનાથના વેરાવળમાં બની હતી. વેરાવળના દરિયા કાંઠેથી પકડાયેલા કરોડોના ડ્રગ્સ કેસમાં વધુ બે આરોપી પોલીસ સકંજામાં આવી ગયા છે. ગીર સોમનાથ પોલીસે જામનગરના બેડી વિસ્તારમાંથઈ પિતા – પુત્રની ધરપકડ કરી છે.

ડ્રગ્સની ડિલેવરી સહિતની ભુમિકાને આધારે ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ કૌંભાડની સિન્ડિકેટનો પર્દાફાશની શક્યતા છે. ગીર સોમનાથના દરિયાઇ પટ્ટી ૩૫૦ કરોડનું હેરોઇન ઝડપાયુ હતુ. જ્યાં ૫૦ કિલો હેરોઇન સાથે ૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ૧ સેટેલાઇટ ફોન, ૨ બોટ અને ૧ વાહન જપ્ત કરવામાં આવ્યા હતા. વેરાવળ દરિયાઇ માર્ગથી ડિલેવરી પહેલા પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ આ ઓપરેશન પાર પાડ્યું હતુ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.