Western Times News

Gujarati News

ઉદ્ધવ ઠાકરેએ એક વખત નહીં, બે વખત PM મોદી સાથે છેતરપિંડી કરીઃ શિંદે

કાર્યકર્તા તમને બરબાદ કરી દેશે અને તમારી સામે ‘હમ દો હમારે દો’ વાળી સ્થિતિ આવી જશે

(એજન્સી)મહારાષ્ટ્ર, એકનાથ શિંદેએ ઠાકરેની આલોચના કરતા કહ્યું કે આ કાર્યકર્તા તમને બરબાદ કરી દેશે અને તમારી સામે ‘હમ દો હમારે દો’ વાળી સ્થિતિ આવી જશે. અમને તીર-કમાનનો ટાર્ગેટ મળતા જ પાર્ટી ફંડના ૫૦ કરોડ રૂપિયા તમે તરત જ કાઢી લીધા, અમારે પૈસા નહીં, બાલાસાહેબના વિચાર જોઈએ, એટલે અમે તરત જ ચૂકવણી કરી દીધી.

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં કોલ્હાપુરમાં શિવસેનાનું સંમેલન થયું. આ અવસર પર એકનાથ શિંદેએ સમાપાન ભાષણ આપ્યું. સમાપન ભાષણમાં એકનાથ શિંદેએ પૂર્વ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પર તીખો હુમલો કર્યો. એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેની કાર્યશૈલી, માતોશ્રીથી પરેશાની, તિરસ્કાર અને અપમાન પર ટિપ્પણી કરતા ઉદ્ધવ ઠાકરેને અરીસો બતાવ્યોએકનાથ શિંદેએ વધુમાં કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ એક વખત નહીં પણ બે-બે વખત ભાજપ અને વડાપ્રધાન મોદી સાથે અપ્રમાણિકતા કરી.

ઉદ્ધવ ઠાકરેએ ૨૦૧૯નું ચૂંટણી ભાજપ સાથે લડી પર સ્વાર્થ માટે સરકાર બીજા સાથે બનાવી લીધી અને છેતરપિંડી કરી. બાલાસાહેબ જ્યારે જીવતા હતા, ત્યારે માતોશ્રી એક પવિત્ર મંદિર હતું. બાલાસાહેબ તમામ શિવસૈનિકોના દેવતા હતા, તેમના પુણ્યને ઉદ્ધવ ઠાકરેએ વેચી દીધુ. હવે માતોશ્રી વેરાન હવેલી થઈ ગઈ છે, ત્યાંથી માત્ર અપશબ્દો અને ટીકા-ટિપ્પણી સાંભળવા મળે છે.

એકનાથ શિંદેએ ઠાકરેની આલોચના કરતા કહ્યું કે આ કાર્યકર્તા તમને બરબાદ કરી દેશે અને તમારી સામે ‘હમ દો હમારે દો’ વાળી સ્થિતિ આવી જશે. અમને તીર-કમાનનો ટાર્ગેટ મળતા જ પાર્ટી ફંડના ૫૦ કરોડ રૂપિયા તમે તરત જ કાઢી લીધા, અમારે પૈસા નહીં, બાલાસાહેબના વિચાર જોઈએ, એટલે અમે તરત જ ચૂકવણી કરી દીધી.

બીજી તરફ મહારાષ્ટ્રમાં કોંગ્રેસનું બે દિવસ સુધી ચાલનારૂ અધિવેશન શનિવારે પૂર્ણ થયુ. આ અધિવેશનમાં કોંગ્રેસના નેતાઓએ આગામી લોકસભા ચૂંટણીને લઈ વિરોધીની સામે રણનીતિ બનાવવા પર ચર્ચા કરી. અધિવેશન બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે અમે આ શિવિરમાં જનતાની સામે જે રજૂ કરવાનો સંકલ્પ લીધો છે, તેના માટે અમે વિશેષ પ્રકારની તૈયારી કરી છે.

પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે સંતોની પરંપરાવાળી આ ધરતી પર તેઓ આવીને ખોટુ બોલતા હતા. ત્યારે વડાપ્રધાન મોદીએ યવતમાલમાં ચર્ચા દરમિયાન કહ્યું હતું કે તે સ્વામીનાથન કમિટીની ભલામણો લાગુ કરશે પણ જ્યારે દેશભરના ખેડૂતોએ તેમને મત આપ્યો તેમ છતાં કંઈ થયું નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.