Western Times News

Gujarati News

જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગર મહારાજે સમાધિ લીધીઃ PM મોદીએ આપી શ્રધ્ધાંજલિ

(એજન્સી)છત્તીસગઢ, જૈન મુનિ, ગુરુ, અને સંત શિરોમણિ આચાર્ય વિદ્યાસાગરજી મહારાજ હવે આપણી વચ્ચે નથી રહ્યાં. તેમના કાળધર્મ પામવાના સમાચારે સમાજજીવનના દરેક તબક્કાના લોકોને ગમગીન કરી દીધાં છે. કારણકે, તેઓ માત્ર જૈન સમુદાયના ગુરુ નહોતા. તેઓ સમાજ જીવનના અનેક કામોમાં દરેક સમુદાયના લોકોના માર્ગદર્શક હતાં.

તેમની સમાધિના સમાચાર મળતા જ પ્રધાનમંત્રી મોદીએ પણ દુઃખની લાગણી વ્યક્ત કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ ત્રણે દિવસ પહેલાંથી જ તેમની સમાધિની પ્રક્રિયાનો આરંભ થઈ ગયો હતો. તેઓ એ ત્રણ દિવસ પહેલાંથી જ અન્ન-જળનો ત્યાગ કરીને સંથારો લીધો હતો. તેમણે છત્તીસગઢના ડોંગરગઢમાં ૧૭-૧૮ ફેબ્રુઆરીની રાત્રે ૨.૩૦ કલાકે ચંદ્રગિરી તીર્થ ખાતે તેમણે પ્રાણ ત્યાગી દીધા હતા.

પીએમ મોદીએ પણ આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે કહ્યું કે મારી પ્રાર્થના તેમના અસંખ્ય ભક્તો સાથે છે. સમાજમાં તેમના અમૂલ્ય યોગદાન માટે આવનારી પેઢીઓ તેમને યાદ કરશે, ખાસ કરીને લોકોમાં આધ્યાÂત્મક જાગૃતિ, ગરીબી નાબૂદી, આરોગ્ય સંભાળ, શિક્ષણ અને અન્ય કાર્યો માટેના તેમના પ્રયાસો માટે. ઁસ્ મોદીએ કહ્યું કે મને વર્ષોથી વિદ્યાસાગરજી મહારાજના આશીર્વાદ મળ્યા છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી છત્તીસગઢના ડોંગરગઢમાં રહેતા હતા. ૭૭ વર્ષના આચાર્ય શ્રી વિદ્યાસાગરની તબિયત ઘણા સમયથી સારી નહોતી. ત્રણ દિવસ પહેલા આચાર્ય શ્રીએ આચાર્ય પદ તેમના શિષ્ય મુનિ શ્રી સમયસાગરને સોંપીને સમાધિ મારનની પ્રક્રિયા શરૂ કરી હતી. આચાર્ય શ્રીની સમાધિથી સમગ્ર જૈન સમાજ ઘેરા શોકમાં છે.

૧૮ ફેબ્રુઆરીની સવારે લોકો જાગ્યા ત્યાં સુધીમાં આ સદીના મહાન સંત આચાર્ય શ્રી વિદ્યાસાગર મહારાજ હંમેશ માટે ચીર નિંદ્રામાં પોઢી ગયા હતા. ૧૮મી ફેબ્રુઆરી એ જૈન સમાજ અને સંત સમુદાય માટે ખૂબ જ કપરો દિવસ છે. આજે જૈન સાધુ સંત શિરોમણી આચાર્ય શ્રી વિદ્યાસાગર મહારાજે સમાધિ લીધી હતી. ઘણા વડાપ્રધાનો જૈન મુનિ આચાર્ય શ્રી વિદ્યાસાગરની મુલાકાત લેવા અને તેમના આશીર્વાદ લેવા આવ્યા હતા.

જેમાં ૧૯૯૯માં તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને વર્તમાન પીએમ મોદી પણ સામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક વખત આચાર્ય શ્રીની મુલાકાત લઈ ચૂક્યા છે. નવેમ્બર ૨૦૨૩માં પણ પીએમ મોદી ડોંગરગઢ ગયા હતા અને આચાર્ય શ્રીના આશીર્વાદ લીધા હતા. પીએમ મોદીએ પણ તેમની સમાધિના સમાચાર મળતાની સાથે જ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.