શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન -4.3: દ્રાસમાં માઈનસ 12.1
‘ચિલ્લાઇ કલાન’ તરીકે ઓળખાતી કડક શિયાળાની ઠંડીનો 40 દિવસનો લાંબો સમયગાળો 21 ડિસેમ્બરે શરૂ થયો હતો અને 30 જાન્યુઆરીએ સમાપ્ત થશે.
શ્રીનગર, જમ્મુમાં સોમવારે રાત્રે અસામાન્ય રીતે નીચું તાપમાન ચાલુ રહેતા અસહ્ય તીવ્ર સૂકી ઠંડીએ કાશ્મીર પર તેની પકડ વધુ કડક બનાવી છે. હવામાન વિભાગના એક નિવેદનમાં જણાવાયું છે કે શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 4.3, ગુલમર્ગ માઈનસ 2.8 અને પહેલગામમાં માઈનસ 5.6 હતું.
જમ્મુ શહેરમાં આજે લઘુત્તમ તાપમાન 3, કટરા 6.4, બટોટે 3.8, ભદરવાહ 1.3 અને બનિહાલમાં માઈનસ 0.8 હતું. લદ્દાખ પ્રદેશમાં, લેહ શહેરમાં માઈનસ 8.2, કારગીલમાં માઈનસ 8.3 અને દ્રાસમાં માઈનસ 12.1 રાત્રિનું સૌથી નીચું તાપમાન હતું.