Western Times News

Gujarati News

ફિટનેસ સારી હોવા છતાં ખૂબ હેરાન થઈ : તમન્ના ભાટિયા

મુંબઈ: શૂટિંગ શરૂ કર્યા પછી શોબિઝના અમુક એક્ટર્સની જેમ એક્ટ્રેસ તમન્ના ભાટિયા પણ કોરોના સંક્રમિત થઈ હતી. તમન્નાએ મુંબઈમાં પોતાના ઘરે જ એડનું શૂટિંગ કરીને કામ શરૂ કર્યું હતું. જે બાદ તે એક વેબ સીરિઝના શૂટિંગ માટે હૈદરાબાદ થઈ હતી.

ત્યાં જઈને થોડા સમયમાં જ તેને તબિયત બગડવા લાગી અને કોરોનાનો ટેસ્ટ કરાવ્યો તો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હૈદરાબાદની એક હોસ્પિટલમાં તમન્ના ભાટિયા ૫ દિવસ સુધી દાખલ હતી. બાદમાં ૧૪ દિવસ સુધી હોમ ક્વોરન્ટીન થઈ હતી. હાલ તો તમન્ના મુંબઈ પાછી આવી ગઈ છે. હિન્દી અને સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં કામ કરી ચૂકેલી તમન્નાએ કહ્યું, લોકડાઉન દરમિયામ મેં મારા પરિવાર સાથે ખૂબ સમય વિતાવ્યો અને હું કામ પર પરત ફરવા માટે ખૂબ ઉત્સુક હતી.

બધું જ બરાબર ચાલી રહ્યું હતું પરંતુ હું બીમાર પડી અને મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. હું મુંબઈ આવવાની રાહ જોઈ રહી હતી.” હાલ તો તમન્ના મુંબઈ આવી ગઈ છે અને અહીં પેરેન્ટ્‌સની સાથે આરામ કરી રહી છે. કોરોના સંક્રમિત થઈ એ વખતના દિવસો યાદ કરતાં બાહુબલીની એક્ટ્રેસ તમન્ના ભાટિયાએ કહ્યું, હૈદરાબાદમાં શૂટિંગ કરતી વખતે એક દિવસ મને ખૂબ તાવ ચડવા લાગ્યો હતો. માટે તકેદારીના ભાગરૂપે મેં કોરોના ટેસ્ટ કરાવી લીધો અને મારો રિપોર્ટ પોઝિટિવ હતો.

તેના લક્ષણો સતત દેખાઈ રહ્યા હતા માટે જ મેં હોસ્પિટલમાં દાખલ થઈ જવાનો ર્નિણય કર્યો હતો. ક્વોરન્ટીનના દિવસોમાં મેં ઓક્સિજન લેવલ ઘટવું, માથું દુઃખવું, શરીર તૂટવું, તાવ, ઠંડી લાગવી અને બેચેની થવા જેવા કોરોનાના તમામ લક્ષણો અનુભવ્યા હતા. જણાવી દઈએ કે, તમન્નાના માતા-પિતા પણ કોરોના પોઝિટિવ હતા પરંતુ તેમનો અનુભવ એક્ટ્રેસ જેટલો કડવો નહોતો. તમન્નાએ કહ્યું, “મારા પેરેન્ટ્‌સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો પછી પણ તેઓ સ્વસ્થ હતા, મારી જેમ તેમની હાલત વધારે ખરાબ નહોતી થઈ. એટલે જ્યારે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે મેં વિચાર્યું પણ નહોતું કે હું આટલી હેરાન થઈશ. જો કે, હવે મને અહેસાસ થયો છે કે, કોરોના દરેક વ્યક્તિમાં જુદી-જુદી રીતે અસર કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.