Western Times News

Gujarati News

કોંગ્રેસના દિગ્ગજ નેતા સીઆર કેશવનનું પક્ષમાંથી રાજીનામું

નવી દિલ્હી, કોંગ્રેસને મોટો આંચકો! પ્રથમ ભારતીય ગવર્નર જનરલના પૌત્રએ રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા સીઆર કેશવને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.ગુરુવારે પોતાના રાજીનામાના પત્રમાં સીઆર કેશવને લખ્યું હતું કે, તેઓ છેલ્લા બે દાયકાથી પાર્ટી માટે કામ કરી રહ્યા છે પરંતુ હવે જે મૂલ્યો તેમને પાર્ટી માટે કામ કરવા માટે પ્રેરિત કરતા હતા તે ઘટી ગયા છે. કેશવને લખ્યું છે કે, પાર્ટી હાલમાં જે રીતે જાેવામાં મળી રહી છે તેનાંથી હું કમ્ફર્ટેબલ નથી.

આગળ તેમણે લખ્યું હતું કે, આ જ કારણોસર તેમણે તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રીય સ્તરની પાર્ટી માટેના કાર્યક્રમની જવાબદારી લીધી ન હતી અને ન તો તેણે ભારત જાેડો યાત્રામાં ભાગ લીધો હતો. હવે સમય આવી ગયો છે કે તેઓ નવા માર્ગ પર આગળ વધે અને તેથી તેઓ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યા છે. કેશવને હાલમાં અન્ય કોઈ પક્ષ સાથેના જાેડાણ અંગેની વાતને નકારી છે. સીઆર કેશવને ૨૦૦૧માં કોંગ્રેસનું સભ્યપદ લીધું હતું. આ દરમિયાન તેઓ રાજીવ ગાંધી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ યુથ ડેવલપમેન્ટના ઉપાધ્યક્ષનું પદ પણ સંભાળતા હતા. સીઆરકેશવને સોનિયા ગાંધીનો આભાર માન્યો અને તેમના પરદાદા સી. રાજગોપાલાચારીનો પણ આભાર માન્યો હતો. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.