તાપસી પન્નૂ બહેનો અને બોયફ્રેેન્ડ સાથે માલદિવ્સમાં

મુંબઈ: તાપ્સી પન્નૂ હાલમાં માલદિવ્સમાં તેની બહેનો શગુન પન્નૂ અને ઇવાનિયાની સાથે ક્વોલિટી ટાઇમ વિતાવી રહી છે. આ વાતનો પૂરાવો તેની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અને સ્ટોરીથી થાય છે. તેની માલદિવ્સની તસવીરો અને વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યાં છે. થોડા સમય પહેલાં જ તાપસી પન્નુએ એક ફની વીડિયો શેર કર્યો છે.
જેમાં તે તેની બહેનોની સાથે ‘બિગિની શૂટ કરતી નજર આવે છે. જી હાં, તાપસી અને તેની બહેનો વાયરલ મેશઅપ ગીત ‘બિગિની શૂટ’ પર ડાન્સ કરતી નજર આવે છે. ખાસ વાત તોએ છે કે, આ વીડિયોમાં પહેલી વખત તેનાં બોયફ્રેન્ડની ઝલક જોવા મળે છે. મેથિયાસ બો જે એક બેડમિન્ટન પ્લેયર પણ છે અને સાથે સાથે તાપ્સી પન્નૂનો બોયફ્રેન્ડ પણ છે.
લોકડાઉનમાં લાંબો સમય સુધી ઘરમાં જ બંધ રહ્યા બાદ હાલમાં પન્નૂ સિસ્ટર્સ માલદીવ્સમાં છે. તેમનો એક તાજા વીડિયો સ્પષ્ટ નજર આવી રહ્યો છે. આ વીડિયો પરથી માલૂમ પડે છે કે કેમ આ વેકેશન તાપ્સી માટે આટલું બધુ સ્પેશલ છે. તાપસી તેની બહેનોની સાથે યશરાજ મુખાતેનાં વાયરલ સોંગ ‘બિગિની શૂટ’ પર ડાન્સ કરતી નજર આવે છે. આ વીડિયોમાં તાપસીનો બોયફ્રેન્ડ પણ નજર આવે છે.
આ ગીતની જેમ જ તાપસીનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ણો જ વાયરલ થયો છે. આ વીડિયોમાં અનુષ્કા શર્મા, વરૂણ ધવનઅને ભૂમિ પેડનેકર જેવા સ્ટાર્સે મજેદાર કમેન્ટ કરી છે. તો તાપસીનાં બોયફ્રેન્ડ મેથિયાસ બોએ પણ તેનાં વેકેશનની તસવીરો શેર કરી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તાપસી ટૂંક સમયમાં જ ક્રિકેટર મિથાલી રાજની બાયોપિક ‘શાબાશ મિથુ’માં નજર આવશે. આ ઉપરાં તે ‘રશ્મિ રોકેટ અને લોપ લપેટાનો પણ ભાગ છે. જે રન લોલા રન’ની હિન્દી રિમેક છે.