વિરાટ અને સચીન : તુલના કેટલી યોગ્ય ?
સચીન એક મહાન ક્રિકેટર રહી ચુકયો છે, પરંતુ માનવ સહજ સ્વભાવ છે કે બે સફળ વ્યક્તિઓની તુલના હંમેશા થતી જ રહે છે અને ભવિષ્યમાં પણ થતી જ રહેશે.
ભારતીય યુવા ક્રિકેટર કે.એલ. રાહુલ અને હાર્દિક પંડયાને જયારે એક ઈન્ટવ્ર્યુમાં પૂછવામાં આવ્યું કે સચીન તેંડુલકર અને વિરાટ કોહલીમાં કોણ શ્રેષ્ઠ બેટસમેન છે ? ત્યારે બંનેએ એક જ સુરમાં વિરાટ કોહલીનું નામ લીધું હતું. વિરાટ કોહલીએ ખુદ જાેકે એક ઈન્ટવ્ર્યુમાં પોતાની અને સચીન તેંડુલકરની સરખામણી ફગાવતાં જણાવ્યું હતું કે જે સચીને તેંડુલકરને જાેઈ જાેઈને તેણે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું, તેની સાથે સરખામણી કરવી એ યોગ્ય નથી. બંનેની તુલના ન કરવી જાેઈએ. સચીન એક મહાન ક્રિકેટર રહી ચુકયો છે, પરંતુ માનવ સહજ સ્વભાવ છે કે બે સફળ વ્યક્તિઓની તુલના હંમેશા થતી જ રહે છે અને ભવિષ્યમાં પણ થતી જ રહેશે. જાે ફકત રેકોડર્સને ધ્યાનમાં રાખીએ તો વિરાટ કોહલી ‘ક્રિકેટના ભગવાન’ સચીન કરતાં ક્યાંય આગળ છે.
તિરુવનંતપુરમમાં વિરાટ કોહલીએ વન-ડેમાં પોતાની ૪૬મી સદી ફટકારી એ સાથે જ તે સચીન તેંડુલકરની વન-ડેમાં સર્વાધિક ૪૯ સદીના રેકોર્ડની સાવ નજીક પહોંચી ગયો. આ સાથે જ કોહલીએ ભારતીય જમીન પર તેંડુલકરે ફટકારેલી ર૦ સદીના રેકોર્ડને પણ તોડી નાંખ્યો. હવે વિરાટના નામે ભારતમાં ર૧ સદી ફટકારવાનો વિક્રમ લખાઈ ગયો છે. કોઈ પણ સક્રિય ક્રિકેટર કોહલીના રેકોર્ડની આસપાસ પણ પહોંચી શકયો નથી.
ભારતમાં રોહિત શર્માની ૧૧, મહેન્દ્રસિંહ ધોનીની આઠ અને યુવરાજસિંહની સાત સદી નોંધાઈ છે. આમાંથી ફકત રોહિત હજુ રમી રહ્યો છે, પરંતુ તે વિરાટના રેકોર્ડ સુધી પહોંચી શકે એ વાત લગભગ અશક્ય સમાન છે. વર્ષ ર૦ર૩ની શરૂઆતમાં બે સદી ફટકારીને જે જાેશ અને તેવર વિરાટ કોહલીએ દેખાડ્યા છે, તેને જાેતા લાગી રહ્યું છે કે જાે આ વર્ષે તેને પુરતી વન-ડે રમવાનો મોકો મળ્યો તો તે સચીન તેંડુલકરનો વન-ડેમાં સર્વાધિક સદીનો રેકોર્ડ ર૦ર૪ પહેલા જ તોડી નાખશે.
વિરાટ કોહલીએ શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી સિરિઝની અંતિમ મેચ સહિત અત્યાર સુધીમાં રપ૯ વન-ડે ઈનિગ્સમાં બેટિંગ કર્યું છે. જેમાંથી તે ૪૦ વખત નોટ-આઉટ રહ્યો છે. તેણે ૧ર,૭પ૪ રન બનાવ્યા છે, જેમાં ૪૬ સદી અને ૬૪ અર્ધસદીનો સમાવેશ થાય છે. કોહલીની એવરેજ પ૮.ર૩ અને સ્ટ્રાઈક રેટ ૯૩.૬૮નો છે. તેનો હાઈએસ્ટ સ્કોર ૧૮૩ રન છે.
જાે આટલી ઈંનિગ્સમાં જ સચીન તેંડુલકરનો રેકોર્ડ જાેઈએ તો તે રર વખત નોટ-આઉટ રહ્યો હતો. તેણે ૧૦,૧૦પ રન બનાવ્યા હતા, તેની એવરેજ ૪ર.૬૩ અને સ્ટ્રાઈક રેટ ૮૬.પ૧નો રહ્યો હતો. આટલી ઈનિંગ્સમાં ર૮ સદી અને પ૦ અર્ધસદી તેના નામે બોલતી હતી. આ આંકડા જાેઈએ તો વિરાટ કોહલી તેંડુલકર કરતા ઘણો આગળ દેખાઈ રહ્યો છે.
થોડા વર્ષ પહેલાં વિઝડને પ્રભાવશાળી ક્રિકેટર્સની એક યાદી જારી કરી હતી, જેમાં સચીનનું નામ નહોતું અને ત્યારે ભારતીય ક્રિકેટ ચાહકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. વિઝડનનું સ્પષ્ટ કહેવું હતું કે, સચીને ક્યારેય પણ મોટી મેચ અને મહત્વના મુકાબલામાં ‘મેચ વિનર’ની ભૂમિકા નિભાવી નથી. સચીનની કોઈ એવી ઈનિંગ નથી, જે ટીમ ઈન્ડિયાને હારના સંકટમાંથી બહાર કાઢીને જીત તરફ લઈ ગઈ હોય અને મેચ જીતાડી હોય.
તેનાથી વિરુદ્ધ વિરાટ કોહલીની તો ઓળખ જ ‘મેચ વિનર’ની રહી છે તેને ચેઝ માસ્ટર પણ કહેવામાં આવે છે. ગયા વર્ષે ટી-ર૦ વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ જયારે તમામ લોકોએ ભારતની હાર સ્વીકારી લીધી હતી ત્યારે વિરાટ કોહલીએ ખુદના દમ પર ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. કેપ્ટન તરીકે પણ જાે સચીન તેંડુલકર અને વિરાટ કોહલીની સરખામણી કરીએ તો, વિરાટનું પલડું જ ભારે લાગે છે. સચીને ૭૩ વન-ડે મેચમાં કેપ્ટન તરીકે ફરજ નિભાવી અને તેમાંથી ફકત ર૩ મેચ ભારત જીતી શકયું હતું ટેસ્ટમાં તો તેનો રેકોર્ડ વધારે ખરાબ છે. રપ ટેસ્ટ મેચમાંથી ભારત નવ મેચ હારી ગયું હતું જયારે પાંચમાં જીત મળી હતી અને ૧૧ મેચ ડ્રો રહી હતી.
વિરાટ કોહલીની કેપ્ટનશિપની વાત કરીએ તો તેને ભારતના સૌથી સફળ કેપ્ટનમાંનો એક ગણવામાં આવે છે. વિરાટના નેતૃત્વમાં ૯પ વન-ડેમાંથી ૬પ મેચ ભારતે જીતી અને ર૭માં હાર મળી. વિરાટે ૬૮ ટેસ્ટમાં ટીમનું સુકાન સંભાળ્યું અનુ ૪૦ મેચ જીતાડી દીધી, જયારે ૧૭માં હારનો સામનો કરવો પડયો અને ૧૧ મેચ ડ્રો રહી.
વિરાટ કોહલી અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયાને કોઈ મોટી અને મહત્વની આઈસીસી ટૂર્નામેન્ટ જીતાડી શકયો નથી એ એક વાતે હંમેશા તેની આકરી ટીકાઓ થતી રહે છે અને કદાચ આ કારણે જ તેણે ટીમનું સુકાનીપદ છોડવું પડ્યું હતું.
હાલ એ કહેવું તો બહુ મુશ્કેલ છે કે વિરાટ કોહલી પણ સચીનની જેમ ર૪ વર્ષ સક્રિય ક્રિકેટ રમી શકશે કે નહી, કેમ કે હાલ વિરાટની ઉંમર ૩૪ વર્ષની થઈ ગઈ છે તેની પાસે વધુમાં વધુ ચારથી છ વર્ષ બચ્યા છે તે સચીન જેટલી ટેસ્ટ અને વન-ડે પણ કદાચ નહીં જ રમી શકે છતાં તેના ચાહકોને પુરો ભરોસો છે કે કોહલી એક દિવસ સચીનના તમામ રેકોર્ડ જરૂર તોડશે.
સચીન તેંડુલક અને વિરાટ કોહલી આ બંને મહાન ક્રિકેટરની તુલના કરવી ભલે અયોગ્ય હોય, પરંતુ ક્રિકેટના ઈતિહાસમાં હંમેશા તેમની સીધી કે પછી આડકતરી સરખામણી થતી જ રહેવાની છે. જયારે જયારે રેકોર્ડ બુક જાેવામાં આવશે ત્યારે વિરાટ કોહલીએ સચીનના કેટલા રેકોર્ડ કઈ રીતે તોડ્યા તેની વિસ્તૃત ચર્ચા પણ જરૂર થવાની જ છે. આપણે કોઈ સખરામણી કરીએ કે ના કરીએ, પરંતુ ‘ગોડ ઓફ ક્રિકેટ’ સચીન તેંડુલકર અને ‘કિંગ કોહલી’ વિરાટને ઈતિહાસ હંમેશા મહાન ક્રિકેટર તરીકે યાદ રાખવાનો જ છે.વિરાટ અને સચીન : તુલના કેટલી યોગ્ય ?
ભારતીય યુવા ક્રિકેટર કે.એલ. રાહુલ અને હાર્દિક પંડયાને જયારે એક ઈન્ટવ્ર્યુમાં પૂછવામાં આવ્યું કે સચીન તેંડુલકર અને વિરાટ કોહલીમાં કોણ શ્રેષ્ઠ બેટસમેન છે ? ત્યારે બંનેએ એક જ સુરમાં વિરાટ કોહલીનું નામ લીધું હતું. વિરાટ કોહલીએ ખુદ જાેકે એક ઈન્ટવ્ર્યુમાં પોતાની અને સચીન તેંડુલકરની સરખામણી ફગાવતાં જણાવ્યું હતું કે જે સચીને તેંડુલકરને જાેઈ જાેઈને તેણે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું, તેની સાથે સરખામણી કરવી એ યોગ્ય નથી. બંનેની તુલના ન કરવી જાેઈએ. સચીન એક મહાન ક્રિકેટર રહી ચુકયો છે, પરંતુ માનવ સહજ સ્વભાવ છે કે બે સફળ વ્યક્તિઓની તુલના હંમેશા થતી જ રહે છે અને ભવિષ્યમાં પણ થતી જ રહેશે. જાે ફકત રેકોડર્સને ધ્યાનમાં રાખીએ તો વિરાટ કોહલી ‘ક્રિકેટના ભગવાન’ સચીન કરતાં ક્યાંય આગળ છે.
તિરુવનંતપુરમમાં વિરાટ કોહલીએ વન-ડેમાં પોતાની ૪૬મી સદી ફટકારી એ સાથે જ તે સચીન તેંડુલકરની વન-ડેમાં સર્વાધિક ૪૯ સદીના રેકોર્ડની સાવ નજીક પહોંચી ગયો. આ સાથે જ કોહલીએ ભારતીય જમીન પર તેંડુલકરે ફટકારેલી ર૦ સદીના રેકોર્ડને પણ તોડી નાંખ્યો. હવે વિરાટના નામે ભારતમાં ર૧ સદી ફટકારવાનો વિક્રમ લખાઈ ગયો છે. કોઈ પણ સક્રિય ક્રિકેટર કોહલીના રેકોર્ડની આસપાસ પણ પહોંચી શકયો નથી.
ભારતમાં રોહિત શર્માની ૧૧, મહેન્દ્રસિંહ ધોનીની આઠ અને યુવરાજસિંહની સાત સદી નોંધાઈ છે. આમાંથી ફકત રોહિત હજુ રમી રહ્યો છે, પરંતુ તે વિરાટના રેકોર્ડ સુધી પહોંચી શકે એ વાત લગભગ અશક્ય સમાન છે. વર્ષ ર૦ર૩ની શરૂઆતમાં બે સદી ફટકારીને જે જાેશ અને તેવર વિરાટ કોહલીએ દેખાડ્યા છે, તેને જાેતા લાગી રહ્યું છે કે જાે આ વર્ષે તેને પુરતી વન-ડે રમવાનો મોકો મળ્યો તો તે સચીન તેંડુલકરનો વન-ડેમાં સર્વાધિક સદીનો રેકોર્ડ ર૦ર૪ પહેલા જ તોડી નાખશે.
વિરાટ કોહલીએ શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી સિરિઝની અંતિમ મેચ સહિત અત્યાર સુધીમાં રપ૯ વન-ડે ઈનિગ્સમાં બેટિંગ કર્યું છે. જેમાંથી તે ૪૦ વખત નોટ-આઉટ રહ્યો છે. તેણે ૧ર,૭પ૪ રન બનાવ્યા છે, જેમાં ૪૬ સદી અને ૬૪ અર્ધસદીનો સમાવેશ થાય છે. કોહલીની એવરેજ પ૮.ર૩ અને સ્ટ્રાઈક રેટ ૯૩.૬૮નો છે. તેનો હાઈએસ્ટ સ્કોર ૧૮૩ રન છે.
જાે આટલી ઈંનિગ્સમાં જ સચીન તેંડુલકરનો રેકોર્ડ જાેઈએ તો તે રર વખત નોટ-આઉટ રહ્યો હતો. તેણે ૧૦,૧૦પ રન બનાવ્યા હતા, તેની એવરેજ ૪ર.૬૩ અને સ્ટ્રાઈક રેટ ૮૬.પ૧નો રહ્યો હતો. આટલી ઈનિંગ્સમાં ર૮ સદી અને પ૦ અર્ધસદી તેના નામે બોલતી હતી. આ આંકડા જાેઈએ તો વિરાટ કોહલી તેંડુલકર કરતા ઘણો આગળ દેખાઈ રહ્યો છે.
થોડા વર્ષ પહેલાં વિઝડને પ્રભાવશાળી ક્રિકેટર્સની એક યાદી જારી કરી હતી, જેમાં સચીનનું નામ નહોતું અને ત્યારે ભારતીય ક્રિકેટ ચાહકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. વિઝડનનું સ્પષ્ટ કહેવું હતું કે, સચીને ક્યારેય પણ મોટી મેચ અને મહત્વના મુકાબલામાં ‘મેચ વિનર’ની ભૂમિકા નિભાવી નથી. સચીનની કોઈ એવી ઈનિંગ નથી, જે ટીમ ઈન્ડિયાને હારના સંકટમાંથી બહાર કાઢીને જીત તરફ લઈ ગઈ હોય અને મેચ જીતાડી હોય.
તેનાથી વિરુદ્ધ વિરાટ કોહલીની તો ઓળખ જ ‘મેચ વિનર’ની રહી છે તેને ચેઝ માસ્ટર પણ કહેવામાં આવે છે. ગયા વર્ષે ટી-ર૦ વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ જયારે તમામ લોકોએ ભારતની હાર સ્વીકારી લીધી હતી ત્યારે વિરાટ કોહલીએ ખુદના દમ પર ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી.
કેપ્ટન તરીકે પણ જાે સચીન તેંડુલકર અને વિરાટ કોહલીની સરખામણી કરીએ તો, વિરાટનું પલડું જ ભારે લાગે છે. સચીને ૭૩ વન-ડે મેચમાં કેપ્ટન તરીકે ફરજ નિભાવી અને તેમાંથી ફકત ર૩ મેચ ભારત જીતી શકયું હતું ટેસ્ટમાં તો તેનો રેકોર્ડ વધારે ખરાબ છે. રપ ટેસ્ટ મેચમાંથી ભારત નવ મેચ હારી ગયું હતું જયારે પાંચમાં જીત મળી હતી અને ૧૧ મેચ ડ્રો રહી હતી.
વિરાટ કોહલીની કેપ્ટનશિપની વાત કરીએ તો તેને ભારતના સૌથી સફળ કેપ્ટનમાંનો એક ગણવામાં આવે છે. વિરાટના નેતૃત્વમાં ૯પ વન-ડેમાંથી ૬પ મેચ ભારતે જીતી અને ર૭માં હાર મળી. વિરાટે ૬૮ ટેસ્ટમાં ટીમનું સુકાન સંભાળ્યું અનુ ૪૦ મેચ જીતાડી દીધી, જયારે ૧૭માં હારનો સામનો કરવો પડયો અને ૧૧ મેચ ડ્રો રહી.
વિરાટ કોહલી અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયાને કોઈ મોટી અને મહત્વની આઈસીસી ટૂર્નામેન્ટ જીતાડી શકયો નથી એ એક વાતે હંમેશા તેની આકરી ટીકાઓ થતી રહે છે અને કદાચ આ કારણે જ તેણે ટીમનું સુકાનીપદ છોડવું પડ્યું હતું.
હાલ એ કહેવું તો બહુ મુશ્કેલ છે કે વિરાટ કોહલી પણ સચીનની જેમ ર૪ વર્ષ સક્રિય ક્રિકેટ રમી શકશે કે નહી, કેમ કે હાલ વિરાટની ઉંમર ૩૪ વર્ષની થઈ ગઈ છે તેની પાસે વધુમાં વધુ ચારથી છ વર્ષ બચ્યા છે તે સચીન જેટલી ટેસ્ટ અને વન-ડે પણ કદાચ નહીં જ રમી શકે છતાં તેના ચાહકોને પુરો ભરોસો છે કે કોહલી એક દિવસ સચીનના તમામ રેકોર્ડ જરૂર તોડશે.
સચીન તેંડુલક અને વિરાટ કોહલી આ બંને મહાન ક્રિકેટરની તુલના કરવી ભલે અયોગ્ય હોય, પરંતુ ક્રિકેટના ઈતિહાસમાં હંમેશા તેમની સીધી કે પછી આડકતરી સરખામણી થતી જ રહેવાની છે. જયારે જયારે રેકોર્ડ બુક જાેવામાં આવશે ત્યારે વિરાટ કોહલીએ સચીનના કેટલા રેકોર્ડ કઈ રીતે તોડ્યા તેની વિસ્તૃત ચર્ચા પણ જરૂર થવાની જ છે. આપણે કોઈ સખરામણી કરીએ કે ના કરીએ, પરંતુ ‘ગોડ ઓફ ક્રિકેટ’ સચીન તેંડુલકર અને ‘કિંગ કોહલી’ વિરાટને ઈતિહાસ હંમેશા મહાન ક્રિકેટર તરીકે યાદ રાખવાનો જ છે.