સવારે વહેલાં ઉઠવું છે પણ ઉઠી શકાતું નથીઃ અપનાવો આ ટ્રિક
માનસિક રીતે નકકી કરીએ કે સવારે ઉઠવું છે તો ધીરે ધીરે આપણું શરીર અને મનને તેની ટેવ પડી જાય છે જે બાયોલોજિકલ સાયકલ તરીકે ઓળખાય છે.
વહેલા ઉઠવું છે તે નકકી કરોઃ શોધકર્તાઓ કહે છે કે જેઓએ વહેલા ઉઠવાની ચેતવણી મળી હોય છે અથવા તેઓ પોતે નિર્ણય લે તો તેમનું સ્ટ્રેસ હોર્મોન તેમને નિર્ધારિત સમય કરતા વહેલા ઉઠાડી દે છે, જયારે આપણે માનસિક રીતે નકકી કરીએ કે ૪.૦૦ વાગે સવારે ઉઠવું છે તો ધીરે ધીરે આપણું શરીર અને મનને તેની ટેવ પડી જાય છે જે બાયોલોજિકલ સાયકલ તરીકે ઓળખાય છે. Want to get up early in the morning but can’t get up: Use this trick
કોઈપણ સંજાેગોમાં ઉંઘને દબાવો નહીંઃ જયારે રાત્રે સૂતાં પહેલા નિશ્ચય કરો કે સવારે આટલા વાગે ઉઠવાનું છે તો શરીરનું સ્ટ્રેસ હોર્મોન તમને સવારે ઉઠવા માટે તૈયાર કરી દેશે, પરંતુ જાે તમે કમને ઉઠવાનો પ્રયત્ન કરશો તો આખો દિવસ તમે બેચેની અનુભવશો.
સૂર્યપ્રકાશનો લાભ લોઃ પૃથ્વી પર વસતા પ્રત્યેક જીવ સૂર્ય પ્રકાશથી ચાલે છે જે વ્યક્તિ વહેલી સવારના સૂર્યના થોડા જ કિરણોનો લાભ લે છે તે સામાન્ય રીતે ઘરની અંદર રહેનારા લોકો કરતા વધુ ચપળ અને સક્રિય હોય છે. સૂર્યના પ્રકાશમાં થોડો સમય વિતાવનારને રાત્રે ઉંઘ પણ વહેલી આવે છે તે જ રીતે બદલતી ઋતુથી થતીઅનેક સમસ્યાઓથી બચી શકે છે.
સવારને સૌમ્ય રાખોઃ વિદ્યાર્થીને કવિતા યાદ કરવાની હોય કે ગણિતના દાખલા કરવાના હોય અથવા તો એકસેલ શીટમાં ડેટા એન્ટર કરવાના હોય તો તે સવારે સૌથી પહેલાં કરવું મગજને ભારરૂપ લાગે. સવારના સમયે થોડું રૂટિન પુરુ થાય પછી જ ભારે કાર્યો કરવા જાેઈએ.
પ્રેશરથી થાઓ એલર્ટઃ આપણા શરીરમાં કેટલાંક એવા પોઈન્ટસ છે જયાં પ્રેશર આપવાથી શરીરમાં ચેતનાનો અનુભવ થાય છે. અંગૂઠા અને તર્જની વચ્ચેનો ભાગ, માથાના ટોચના ભાગ પર, ગોઠણની નીચેના ભાગ પર અને ગરદનના મૂળ ભાગ પર દબાવવાથી શરીરમાં ચેતનાનો સંચાર થશે
રોજ એક જ સમયે ઉઠોઃ જયારે શરીરને એક સરખી રીધમમાં વર્તવા દેશો તો તે અસરકારક કાર્ય કરશે દરરોજ એક જ સમયે ઉઠવાની ટેવ પાડો એટલે સુધી કે રજાના દિવસે પણ એ જ સમયે ઉઠો તો તમને એલાર્મની પણ જરૂર નહીં પડે અને તમે સમય થતાં આપોઆપ જ ઉઠી જશો.
એલાર્મનો અવાજ ધીમો રાખોઃ એલાર્મનો અવાજ સૌમ્ય રાખશો તો ધીમે ધીમે ઉંઘમાંથી જાગશો અને તમારી સવાર સંગીતમય અને ખુશનુમા ઉગશે, ઉંઘમાં પણ વિવિધ સ્ટેજ હોય છે. જાે મોટા કર્કશ અવાજથી તે સ્ટેજ ડિસ્ટર્બ થાય તો ઉંઘવાની સ્થિતિમાં હલનચલન થશે.