Western Times News

Gujarati News

ભરૂચમાં આંગણવાડીની છતમાંથી પાણી ટપકતા બાળકોનું ભણતર ખતરામાં

તંત્ર બે દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહિ લાવે તો આંગણવાડીને કરીશું તાળા બંધી ઃ વિપક્ષી દંડક હેમેન્દ્ર કોઠીવાલા

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, રાજ્ય સરકાર એક તરફ ઉચ્ચ શિક્ષણની વાતો કરે છે.તો બીજી તરફ ભરૂચ શહેરના નીલકંઠનગર સ્થિત આવેલી આંગણવાડી કેન્દ્રમાં ટપકતું પાણી અને ખદબદતી અસહ્ય ગંદકી વચ્ચે દેશનું ભવિષ્ય એવા નાના બાળકો ભણવા માટે મજબુર બન્યા છે. ત્યારે આ આંગણવાડી કેન્દ્રની હાલત જાેઈ તંત્રની કામગીરી ઉપર પણ સવાલ ઉભા થયા છે.

નાના બાળકોએ દેશના આવતીકાલનું ભવિષ્ય છે.તેમના ઉજ્જવળ ભાવિ થકી જ દેશના વિકાસની હરણફાળની દિશા નક્કી થાય છે.ત્યારે આવતીકાલના ભવિષ્ય સાથે જ સરકારી તંત્ર ગંભીર પ્રકારના ચેડા કરી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.કુમળી વયના નાના બાળકો આંગણવાડીમાં દરરોજ મોતના અને ગંદકીના ઓઠા નીચે ભણવા મજબૂર બન્યા છે.ભરૂચ નગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલી નીલકંઠનગરની આંગણવાડી કેન્દ્રમાં ૧૫ થી વધુ નાના બાળકો રોજ ભણવા માટે આવે છે.

આ બાળકો જે જગ્યાએ ભણવા આવે છે.તે આંગણવાડીની છત શિયાળામાં પણ ચોમાસા જેવી હાલત જાેવા મળી છે.જેમાં છત ઉપર થી પાણી ટપકી રહ્યું છે.તો સાથે આગળ આવેલી પાલિકા સંચાલિત જૂની પ્રાથમિક શાળા જે જર્જરીત હાલતમાં છે.જેનો ઉપયોગ અસામાજીક તત્ત્વો હવે શૌચાલય,કચરાપેટી તરીકે કરતા નજીકમાં ચાલતી આંગણવાડીમાં આવતા જતા કર્મચારીઓ માટે માથાના દુઃખાવા સમાન બની જવા પામી છે.તો ઘટનાના પગલે સુપરવાઈઝર પણ દોડી આવ્યા હતા અને તેઓએ નિરીક્ષણ કરી રજૂઆત કરી કરાવી દેવાની મૌખિક બાંહેધરી આપી હતી.

ગુજરાત સરકાર એક તરફ શિક્ષણની વાતો કરી રહી છે ત્યારે બીજી તરફ આંગણવાડીની હાલત જાેઈ તંત્રની કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા છે.ત્યારે પોતાના નાના બાળકોને આંગણવાડીમાં મુકવા આવતા વાલીએ જણાવ્યું હતું કે આંગણવાડી સરસ ચાલી રહી છે અને ટીચરો પણ સારું ભણાવી રહ્યા છે પંરતુ આંગણવાડી આગળ જ આવેલ સ્કૂલ માં ગંદકી એટલી બધી છે કે તેમાં ખરાબ કાર્યો થતા હોય છે.જેના કારણે છોકરાઓને તકલીફ પડે છે.તો આ જગ્યાએ ગાર્ડન કે ખુલ્લી જગ્યા કરી આપે તેવી માંગ કરવા સાથે પોતાના બાળકો બિમાર પડતા હોવાથી તેઓના આરોગ્યની પણ ચિંતા સતાવી રહી છે.

ભરૂચ નગરપાલિકા સંચાલિત બંધ અને જર્જરિત શાળા ની જાણ પાલિકાના વિપક્ષી દંડક હેમેન્દ્ર કોઠી વાલાને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંધ અને જર્જરિત શાળાની મુલાકાત લઈ સત્તાધારી પક્ષ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને વહીવટી તંત્ર બે ત્રણ દિવસમાં જાગે નહિ અને સફાઈ નહીં કરે તો આંગણવાડીને તાળા બંધી કરવા સાથે જર્જરિત શાળાને તોડી પાડવામાં આવે અને અહીં બાળકો માટે રમત ગમતના સાધનો મૂકી આંગણવાડીના બાળકોને નવું નજરાણું આપી શકાય છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચ નગરપાલિકા સંચાલિત નિલકંઠ નગર પ્રાથમિક શાળા આ સ્થળેથી અન્ય સ્થળે સ્થળાંતર કરવામાં આવતા હાલ તે જર્જરિત થવા સાથે અસામાજીક તત્વો માટે અડિંગો બની ગઈ છે.જેના પગલે બિલકુલ પાછળના ભાગે આવેલ આંગણવાડીમાં આવતા કર્મચારીઓ ને બાળકો માટે માથાના દુખાવા સમાન બની છે.ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ જગ્યાનો સદ્દપયોગ કરે તે જરૂરી બન્યું છે.નહીંતર આવનાર દિવસોમાંબાળકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય સામે સવાલો ઉભા થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.