આપણને સફળ મહિલાઓની નફરત કરવાની ટેવ છેઃ કંગના
મુંબઈ, પીઢ કલાકાર અન્નુ કપૂર હાલ તેમની આવનારી ફિલ્મ ‘હમારે બારાહ’ના કારણે ચર્ચામાં છે, ત્યારે તેમના એક નિવેદને ફરી નવો વિવાદ જગાવ્યો છે.
તેમને તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં તેમને કંગનાને ચંદિગઢ એરપોર્ટ પર સીઆઈએસએફ કર્મચારી દ્વારા લાફો મારવાની ઘટના વિશે સવાલ પૂછાયો હતો.
અન્નુ કપૂરે આ સંદર્ભે આપેલો જવાબ ઘટના સાથે બંધ બેસતો નહોતો. તેમનો વીડિયો પણ વાયરલ થયો હતો.આ અંગે પોતાનો પ્રતિભાવ આપતા કંગનાએ એક વીડિયો શેર કર્યાે હતો, પહેલાં તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અન્નુ કપૂરનો વીડિયો શેર કર્યાે હતો અને પ્રશ્ન પૂછ્યો હતો, કે શું સમાજ સફળ, સુંદર અને શક્તિશાળી મહિલાઓને વધુ પડતી નફરત કરે છે.
કંગનાએ લખ્યું હતું, “અન્નુ કપૂરજી તમે સહમત છો કે, આપણને સફળ મહિલાઓને નફરત કરવાની ટેવ પડી ગઈ છે, જો તે સુંદર હોય તો એને વધુ નફરત કરો અને જો શક્તિશાળી હોય તો એનાથી પણ વધુ નફરત કરો? ખરું ને?” અન્નુ કપૂરને જ્યારે કંગના વિશે પૂછાયું, તો પહેલાં તો તેઓ કંગનાને ઓળખતા ન હોય એવું લાગ્યું, તેમણે પૂછયું, “યે કંગનાજી કૌન હે? પ્લીઝ મને જણાવો એ કોણ છે, સ્વાભાવિક છે, તમે પૂછી રહ્યા છો તો કોઈ મોટી હિરોઇન હશે? બહુ સુંદર છે? ” પછી અન્નુ કપૂરને જ્યારે મીડિયા કર્મી દ્વારા જાણ કરવામાં આવી કે તે એક અભિનેત્રી અને નવી ચૂંટાયેલી સંસદસભ્ય છે, તો અન્નુ કપૂરે કહ્યું, “ઓહ એ પણ બની ગઈ..
હવે તો બહુ શક્તિશાળી બની ગઈ હશે.. મને તો પહેલાંથી જ એની ઇર્ષા થતી હતી કારણ કે એ બહુ સુંદર છે, અને હું નથી, ઉપરથી હવે એની પાસે પાવર છે. અને તમે મને કહો છો કે કોઈ ઓફિસરે તેને લાફો માર્યાે? તો એવું હોય તો, મને લાગે છે કે તેણે આરોપી વિરુદ્ધ કાયદેસરના પગલા લેવા જોઈએ.”
અન્નુ કપૂરે આગળ એવું પણ જાણવાની કોશિશ કરેલી કે ઓફિસર યુનિફોર્મમાં હતી, આ વાતની ખાતરી થતાં અન્નુ કપૂરે એવું પણ કહેલું કે, તો કંગનાએ તેની વિરુદ્ધ એકથી વધુ ધારાઓ અનુસાર ફરિયાદ નોંધાવવી જોઈએ.SS1MS