આપણે સેનાની સાથે ઉભા રહેવું જાેઈએ: આફ્રિદી
નવી દિલ્હી, પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ફરી એકવાર ઝેરી નિવેદન આપ્યું છે. શાહિદ આફ્રિદીએ પાકિસ્તાનની સેનાના વખાણ કર્યા છે. આફ્રિદીએ કહ્યું છે કે આપણે સેનાની સાથે ઉભા રહેવું જાેઈએ, નહીં તો જુઓ કાશ્મીર, પેલેસ્ટાઈનની શું હાલત છે. શાહિદ આફ્રિદીએ કહ્યું, “હું આજ સુધી સમજી શક્યો નથી કે રાજનેતાઓની ભૂમિકા દેશને આગળ વધારવાની હોય છે.
આપણો દેશ શા માટે ટકાઉ નથી બની શકતો? આ દેશની હાલત જાેઈને મારા બાળકો પૂછે છે, ‘પપ્પા, દેશમાં શું થઈ રહ્યું છે?’ તેણે કહ્યું, “ક્યાં સુધી આપણે એકબીજા સાથે લડતા રહીશું?” આપણે પોતે આ દેશના દુશ્મન છીએ. પાકિસ્તાની સેનાએ આ દેશ માટે મોટું બલિદાન આપ્યું છે.
રાજકારણીઓ આ કેમ સ્વીકારતા નથી? પેલેસ્ટાઈનીઓને પૂછો, કાશ્મીરીઓને પૂછો કે પાકિસ્તાનની સેના ન હોય તો આઝાદી શું છે. આપણે સેનાની સાથે ઊભા રહેવાનું છે. આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ભારતીય કાશ્મીરને લઈને વાહિયાત નિવેદન આપ્યું હોય.
પાકિસ્તાની ક્રિકેટર આ પહેલા પણ ઘણા પ્રસંગોએ આ વાત કહી ચૂક્યો છે. એકવાર તેણે ભારત વિરુદ્ધ કહ્યું હતું કે જાે કોઈ પર જુલમ થશે તો હું ચોક્કસ કહીશ. તેમણે કહ્યું કે મેં હંમેશા કાશ્મીરની સ્થિતિ વિશે વાત કરી છે.
ગયા વર્ષે પણ તેણે ભારતના કાશ્મીરના અલગતાવાદી નેતા યાસીન મલિકના સમર્થનમાં ટિ્વટ કર્યું હતું. તેમણે લખ્યું છે કે ભારત માનવાધિકારના ઉલ્લંઘન સામે ટીકા કરનારાઓનો અવાજ દબાવવાનો સતત પ્રયાસ કરે છે. તેઓ યાસીન મલિકના પ્રયાસોને ઘટાડી શકતા નથી.
પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ કાશ્મીરને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં શાહિદ આફ્રિદીને એમ કહેતા જાેઈ શકાય છે કે પીએમ મોદી ખૂબ જ હિંમતવાન બનવાની કોશિશ કરે છે, પરંતુ તે કાયર છે.SS1MS