ગરમીનો પારો ઉંચે જતાં લું અને ઝાડા તેમજ ઉલ્ટીના કેસમાં ઉછાળો
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ૧૫ દિવસમાં આશરે ૨૫૦ કેસો નોંધાયા
(પ્રતિનિધિ)ભરૂચ, સૂર્ય દેવતાના રૌદ્રરૂપના કારણે ગરમીનો પારો સતત ઉંચે જતાં ભરૂચ શહેર અને જીલ્લામાં લુ લાગવાના, ઝાડા અને ઉલ્ટીના કેસમાં ઉછાળો આવ્યો છે.ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રોજના સરેરાશ ૧૫ થી વધુ કેસ આવી રહ્યા છે.ત્યારે ગરમીથી બચવા વધુમાં વધુ પાણી પ્રવાહી પીણા પીવા તબીબો સલાહ આપી રહ્યા છે. weather update news in gujarati ahmedabad
મે મહિનાના પ્રારંભમાં કમોસમી વરસાદી માહોલ રહ્યા બાદ છેલ્લા ત્રણ દિવસથી આકરા ઉનાળાનો અનુભવ લોકોને થઈ રહ્યો છે.આકાશ માંથી વરસતા અગન ગોળાના તાપમાનનો પારો સરેરાશ ૪૦ થી ૪૩ ડિગ્રી વટાવી રહ્યો છે.જે હજુ પણ આગામી પાંચ દિવસ ઊંચે જવાની સંભાવના હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે.
ત્યારે ગરમીથી રાહત મેળવવા લોકો પ્રવાહી પીણા શેરડીનો રસ તેમજ ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે.વધતા જતા તાપમાનના પગલે ભરૂચ શહેર અને જીલ્લામાં ડીહાઈડ્રેશન,ઝાડા અને ઉલ્ટીના કેસમાં ઉછાળો આવ્યો છે.ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રોજના ૧૫ થી વધુ કેસ આવી રહ્યા છે
અને છેલ્લા ૧૫ દિવસની વાત કરવામાં આવે તો બસો થી અઢીસો જેટલા કેસ નોંધાતા હોવાનું ડૉ.દીપા થડાની જણાવી રહ્યા છે.ઝાડા અને ઊલ્ટીના કેસોમાં મોટે ભાગે મજૂર વર્ગ હોવાનું કહી ગરમીથી બચવા કામ વગર ના છૂટકે જ બહાર નીકળવું અને નીકળવું જ પડે.. gujarati news
તો પાણીની બોટલ લઈને નીકળવું તે ઉપરાંત ખૂબ પાણી પીવા સહિત શેરડીનો રસ સહિત ઉનાળામાં સતત પીવાનું પાણી સતત પીવાની સલાહ આપી રહ્યા છે.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં ભરૂચ શહેર અને જીલ્લાના પ્રજાજનોએ તબીબી સલાહ અને વહીવટી તંત્રના સુચનોના અમલ કરવો જાેઈએ જેથી લુ લાગવા કે ઝાડા અને ઉલ્ટી જેવા રોગથી લુ સુરક્ષિત રહી શકાય તેમજ બીમારીઓથી બચી શકાય.