Western Times News

Gujarati News

રાજકોટ રેલવે ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે કેટલીક ટ્રેનો રદ કરાઈ

પ્રતિકાત્મક

        પશ્ચિમ રેલવે ના રાજકોટ મંડળ માં સ્થિત રાજકોટ-હાપા સેક્શનમાં સ્થિત પડધરી-ચાણોલ-હડમતીયા ખાતે ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે જેના કારણે રેલ ટ્રાફિક પ્રભાવિત થશે. પ્રભાવિત થનારી  ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

રદ કરાયેલી ટ્રેનો:

• ટ્રેન નંબર 09525 હાપા-નાહરલગુન સ્પેશિયલ 26.02.2025 ના રોજ રદ.

• ટ્રેન નં. 09526 નાહરલગુન-હાપા સ્પેશિયલ 01.03.2025 ના રોજ રદ.

આંશિક રીતે રદ થયેલી ટ્રેનો:

• ટ્રેન નં. 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 20.02.2025 થી 03.03.2025 સુધી વડોદરાથી રાજકોટ દોડશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

• ટ્રેન નં. 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 21.02.2025 થી 04.03.2025 સુધી રાજકોટથી વડોદરા દોડશે. આ રીતે આ ટ્રેન જામનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

રીશેડ્યૂલ કરાયેલી ટ્રેનો:

• ટ્રેન નંબર 22969 ઓખા-બનારસ એક્સપ્રેસ 27.02.2025 ના રોજ ઓખાથી 2 કલાક મોડી એટલે કે 16.05 વાગ્યે રવાના થશે.

• ટ્રેન નં. 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ 21.02.2025 અને 28.02.2025 ના રોજ ઓખાથી

3 કલાક 30 મિનિટ મોડી એટલે કે 15.45 વાગ્યે ઉપડશે.

માર્ગ માં રેગ્યુલેટ (મોડી થનાર) ટ્રેનો:

• ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ 20.02.2025 થી 03.03.2025 સુધી માર્ગ માં 15 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.

• 19.02.2025 ના રોજ સિકંદરાબાદથી ઉપડતી ટ્રેન નંબર 20967 સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં 33 મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે 20 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

• 26.02.2025 ના રોજ સિકંદરાબાદથી ઉપડતી ટ્રેન નં. 20967 સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં 2 કલાક 03 મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે 20 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

• 23.02.2025 ના રોજ શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી રવાના થતી ટ્રેન નંબર 12478 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-જામનગર એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં 2 કલાક 08 મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે 20 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

• 24.02.2025 ના રોજ શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી રવાના થતી ટ્રેન નંબર 12476 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-હાપા એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં 2 કલાક 28 મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે 20 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

• 24.02.2025 ના રોજ ગુવાહાટીથી ઉપડતી ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં 53 મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે 20 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

• 20.02.2025 ના રોજ ઓખાથી ઉપડતી ટ્રેન નંબર 22969 ઓખા-બનારસ એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં 20 મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે 20 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

ટ્રેન ના સ્ટોપેજ રદ:

• 26.02.2025 થી 02.03.2025 સુધી 5 દિવસ માટે મુંબઈ સેન્ટ્રલથી ઉપડનારી ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલનું પડધરી સ્ટેશન પર સ્ટોપેજ રદ કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.