અચાનક PM મોદીએ સાંસદોને કેન્ટીનમાં લંચ માટે કેમ બોલાવ્યા?
નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવા સંસદ ભવનની કેન્ટીનમાં વિવિધ પક્ષોના સાંસદો સાથે લંચ લીધું હતું. લંચ પ્લાન પહેલા પીએમઓ તરફથી આ 8 સાંસદોને ફોન આવ્યો કે વડાપ્રધાન તેમને મળવા માંગે છે. PM Modi’s surprise lunch with MPs from different parties.
પીએમઓ તરફથી ફોન આવ્યા બાદ તમામ આઠ સાંસદો વડાપ્રધાન કાર્યાલય પહોંચ્યા, પરંતુ તેમને શા માટે બોલાવવામાં આવ્યા તેની કોઈને જાણ નહોતી. આ દરમિયાન પીએમ મોદીએ આ સાંસદોને કહ્યું, “આજે હું તમને એક સજા આપું.” ત્યારબાદ વડા પ્રધાન બધાને પોતાની સાથે સંસદની કેન્ટીનમાં લઈ ગયા અને લંચ લીધું.
પીએમ મોદી સાથે લંચ કરનારાઓમાં ભાજપના સાંસદ એલ મુરુગન, હિના ગાવિત, રાજ્યસભા સાંસદ એસ. ફાંગનોન કોન્યાક અને જામ્યાંગ સામેલ હતા. આ સિવાય બસપાના સાંસદ રિતેશ પાંડે, રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી કેરળના સાંસદ એન પ્રેમચંદ્રન, બીજેડીના સાંસદ સમિત પાત્રા અને ટીડીપી સાંસદ રામ મોહન નાયડુ પણ આ દરમિયાન હાજર રહ્યા હતા.
PM Modi’s surprise lunch with MPs from different parties. pic.twitter.com/gUGCldBPvj
— Liz Mathew (@MathewLiz) February 10, 2024
સાંસદો લગભગ એક કલાક સુધી પીએમ મોદી સાથે કેન્ટીનમાં રહ્યા હતા. આ દરમિયાન જ્યારે સાંસદોએ વડાપ્રધાનને તેમના અનુભવો વિશે પૂછ્યું તો તેમણે (પીએમ મોદીએ) પોતાના અંગત અનુભવો અને સૂચનો શેર કર્યા. સૂત્રોએ જણાવ્યું કે આ દરમિયાન કોઈ રાજકીય ચર્ચા થઈ નથી.
સાંસદો સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે હું પણ સામાન્ય માણસ છું. હું હંમેશા વડાપ્રધાન જેવું વર્તન કરતો નથી અને હું લોકો સાથે વાત પણ કરું છું. આવી સ્થિતિમાં આજે મને તમારા લોકો સાથે ચર્ચા કરીને ભોજન કરવાનું મન થયું. આ કારણોસર મેં તમને બધાને બોલાવ્યા.