“વેલેન્ટાઈન ડે” ડાયાલીસીસ કરાવતા પતિને પત્નીએ કિડની ભેટમાં આપી
રાજકોટ, વેલેન્ટાઈન ડે પર દિલ આપવાની વાત તો બધા કરતા હોય છે. પરંતુ રાજકોટમાં એક પત્નીએ સાચે જ પતિને પોતાની કિડની આપી દીધી. આ પતીની કિડની ફેઈલ હોવાથી તે ત્રણ વર્ષથી ડાયાલીસીસ કરાવતા હતા. જોકે પત્નીની કિડનીની તેમને ડાયાલીસીસમાંથી છુટકારો મળ્યો છે.
આ અનોખા પ્રેમનો કિસ્સો છે. રાજકોટના શ્રીકૃષ્ણકુમાર સીગલ અને તેમના પત્ની શ્રીમતી શાલીનીબેન સિંગલનો કૃષ્ણકુમારભાઈને ર૦૧૬થી કિડનીમાં તકલીફ હતી અને ર૦ર૧થી ડાયાલીસીસ કરાવતા હતા.
પતીની આપીડા, પત્ની દ્વારા ન જોઈ શકાય અને તેને પોતે પોતાની કીડની પતીને આપવા માટે મનોમન નકકી કર્યું. ત્યારબાદ તેમણે બી.ટી. સવાણી કિડડની હોસ્પિટલના નેફ્રોલોજીસ્ટ ડો. પ્રફુલ ગજજરનો સંપર્ક કરી અને કીડની ટ્રાન્સપ્લાન્ટની બધી માહિતી મેળવી અને પોતે પોતાની એક કિડની પોતાના પતીને આપવા માટે મકકમ નિર્ણય કર્યો હતો.
સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની પ્રથમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત કિડની ટ્રાન્સપ્લાન્ટ માન્યતા પ્રાપ્ત હોસ્પિટલમાં શ્રીકૃષ્ણકુમાર સિગલ ૪૯ વર્ષીયનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું અને તેમને નવજીવન ન મળ્યું બી.ટી.સવાણી કિડની હોસ્પિટલ ટ્રાન્સપ્લાસ નેફ્રોલોજીસ્ટ ડો.પ્રફુલ ગજજર અને ડો.દીવ્યેશ વિરોજા અને યુરોલજી ટીમના ડો. પંકજ ઢોલરીયા, ડો.અમીષ મહેતા, ડો.સુનીલ મોટેરીયા, ડો.જીતેન્દ્ર અમલાણી ડો.વિવેક જોષી દ્વારા કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી સફળતા પૂર્વક કરવામાં આવેલ છે.