યસ બેંકે ઈ-બેંકિંગને યસ ઓનલાઈન સાથે ટ્રાન્સફોર્મ કર્યું
મુંબઈ, સંપૂર્ણ નવા રિટેલ નેટબેંકિંગ યસ ઓનલાઈનના ટેકાથી ખુદને ટ્રાન્સફોર્મ્ડ ‘ડિજીટલ બેંક’ બનાવવાના પોતાના વ્યૂહની સાથે બંધ બેસે તે રીતે યસ બેંકે મહત્વનું પગલું ભર્યું છે. આ રજૂઆતના મૂળમાં ગ્રાહકોની સુરક્ષા અને સુવિધાને ખ્યાલમાં રાખવામાં આવી છે. નવો ઈન્ટરફેસયસ બેંક ખાતે ડિજિટલ બેંકિંગ અને ઓનલાઈન પેમેન્ટ્સ ઈકોસિસ્ટમમાં મહત્વનું સીમાચિહ્ન બન્યો છે.
એડવાન્સ્ડ મશીન લર્નિંગ અને એડપ્ટીવ યુઝર ઈન્ટરફેસ ચલિત યસ ઓનલાઈન તેની ઈન્ટેલિજન્ટ સર્ચ અને ક્વિક-એક્શન લિંક ટેબ્સ(તમામ બિલ પેમેન્ટ્સ, મની ટ્રાન્સફર, એકાઉન્ટ સ્ટેટમેન્ટ અને અન્ય ફ્રિકન્ટ ટ્રાન્ઝેક્શન્સ) સાથે ગ્રાહકોને આનંદ આપે તે રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે. નવો ઈન્ટરફેસ ગ્રાહકોને બેંકની તમામ સેવાઓ એક જ પ્લેટફોર્મ પર પૂરી પાડે છે. જેમાં ડિપોઝિટ્સ, ક્રેડિટ કાર્ડ્સ, લોન્સ અને ઈન્વેસ્ટમેન્ટ્સનો સમાવેશ થાય છે. તેમાં ગ્રાહકોની નેટ-વર્થ અને બેંકિંગ પસંદગીને આધારે નેટ-વર્થ કેલક્યૂલેટર અને એનાલિટીક્સ આધારિત પ્રોડક્ટ અને સર્વિસ ભલામણોનો સમાવેશ પણ થાય છે.
યસ ઓનલાઈન કિલન મેનૂસ, રિસ્પોન્સિવ ડિઝાઈન સાથે નેવિગેટ માટે સરળ એવી મોડ્યુલર કાર્ડ બેઝ્ડ ઈન્ટરફેસ સાથે રજૂ કરવામાં આવ્યું છે. જે ગ્રાહકોના અનુભવને ખૂબ જ ઊચ્ચસ્તરનો બનાવે છે અને ઘર્ષણને લઘુત્તમ બનાવે છે. તે મલ્ટી-લેયર સિક્યૂરિટી આર્કિટેક્ચર પર ઊભો છે અને તમામ ટ્રાન્ઝેક્શન્સની સિક્યૂરિટીમાં વૃદ્ધિ કરે છે.
રજૂઆત પ્રસંગે યસ બેંકના ચીફ ઓપરેટિંગ ઓફિસર અનિતા પાઈએ જણાવ્યું હતું કે,“અમારુ ઓનલાઈન બેંકિંગ પ્લેટફોર્મ યસ ઓનલાઈન એક વ્યાપક પર્ફોર્મન્સ ઓફર કરે છે. તે વધુ યુઝર-ફ્રેન્ડલી અનુભવ પૂરો પાડે છે. સાથે સુરક્ષાની સર્વોચ્ચ કાળજી રાખે છે. સાથે અમારા ગ્રાહકોને ઓનલાઈન બેંકિંગની સાનૂકૂળતા પૂરી પાડે છે. તે ભવિષ્યમાં યસ બેંક તરફથી થનારા તમામ ઈનોવેશન્સ માટે એક પ્લેટફોર્મ તરીકે પણ કામ કરશે. આ ઓનલાઈન બેંકિંગ પ્લેટફોર્મની રજૂઆત યસ બેંકની તેના ગ્રાહકોને સીમલેસ અને આનંદિત બેંકિંગ માટેની પ્રતિબધ્ધતાનો પુરાવો છે.”
ડિઝાઈનીંગમાં કટીંગ-એજ ડેવલપમેન્ટ્સ ગ્રાહકોને સ્ટેટ-ઓફ-ધ-આર્ટ કસ્ટમાઈઝ્ડ અનુભવ પૂરો પાડે છે. જેમકે ગ્રાહક તેણે પસંદ કરેલા પ્રોગ્રામને આધારે સેગમેન્ટ-સ્પેસિફિક લૂક અને અનુભવ તથા કસ્ટમાઈઝ્ડ ઓફર્સ મેળવે છે. આવા વિવિધ પ્રોગ્રામ્સમાં યસ પ્રોસ્પેરિટી, યસ પ્રિમિયા, યસ ફર્સ્ટ અને યસ પ્રાઈવેટનો સમાવેશ થાય છે.
પર્સનલાઈઝેશન ગ્રાહકોને માત્ર તેમની એકાઉન્ટ્સના સંચાલનની છૂટ તથા કેટલીક ક્લિક્સ સાથે સ્ટેન્ડિંગ સૂચનો પૂરા નથી પાડતું પરંતુ તેમના ખર્ચ પર દેખરેખ રાખે છે તેમજ બચત અને ડિપોઝીટ્સ માટેના તેમના ગોલ્સને પણ નિશ્ચિત કરે છે. તેઓ પુનરાવર્તન ઈચ્છતાં હોય તેવા ટ્રાન્ઝેક્શન્સને ફેવરિટ્સ તરીકે માર્ક કરી શકે છે. તેમજ સમયસર પેમેન્ટ્સ માટે રિમાઈન્ડર્સ પણ ગોઠવી શકે છે. વધુમાં, ઈન્ટરફેસની એનાલિટિક્સ-ચલિત નિર્ણયક્ષમતા ગ્રાહકને ઉપયોગી બને તેવી પ્રોડક્ટ ભલામણો પણ ઓફર કરે છે.
યસ ઓનલાઈન બેંકને માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન રોડમેપ માટે સક્ષમ બનાવશે. એપીઆઈ બેઝ્ડ આર્કિટેક્ચર પર બાંધવામાં આવેલું યસ ઓનલાઈન વર્તમાન અને આવી રહેલી ડિજિટલ બેંકિંગ એપ્લિકેશન્સ માટે પ્લગ-એન્ડ-પ્લે મોડેલમ મારફતે માઈક્રો સર્વિસિસના પુનઃવપરાશની સુવિધા આપે છે. જે બેંકિંગના પ્લેટફોર્મિકેશન માટે મહત્વનું પગલું છે.
ઝેક્સ ઈનોવેશન અને ઓરેકલ ફાઈનાન્સિયલ સર્વિસિઝ સોફ્ટવેર લિમિટેડની સાથે ભાગીદારીમાં તૈયાર કરાયેલું યસ ઓનલાઈન માટેની ઈનસાઈટ્સ ગ્રાહકો સાથે મંત્રણા કરીને મેળવેલા વિચારોમાંથી લીધી છે. તે બનાવવામાં કસ્ટમર સર્વેસ અને ક્લોઝ્ડ યુઝર ગ્રૂપ ડિસ્કશન્સની મદદ પણ લેવામાં આવી છે. તે ડિજિટલ બેંકિંગ માટે ગ્રાહકોની સતત ઈવોલ્વ થતી અપેક્ષાઓને પૂરી કરવાની ખાતરી પૂરી પાડે છે.