Western Times News

Gujarati News

પતંજલિ ગ્રૂપની કંપની રુચિ સોયાનો FPO 24 માર્ચના રોજ ખુલ્યો

·         પ્રાઇસ બેન્ડ RS. 2ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરદીઠ (“ઇક્વિટી શેર”) RS. 615થી RS. 650 નક્કી થઈ છે.

·         બિડ/ઇશ્યૂ ખુલવાની તારીખ – ગુરુવાર, 24 માર્ચ, 2022 અને બિડ/ઇશ્યૂ બંધ થવાની તારીખ – સોમવારે, 28 માર્ચ, 2022.

·         ફ્લોર પ્રાઇસ ઇક્વિટી શેરની ફેસ વેલ્યુથી 307.50 ગણી અને કેપ પ્રાઇસ ઇક્વિટી શેરની ફેસ વેલ્યુથી 325.00 ગણી છે.

અમદાવાદ: પતંજલિ ગ્રૂપની કંપની રુચિ સોયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે એની ફોલો-ઓન પબ્લિક ઓફર માટે પ્રાઇસ બેન્ડ શેરદીઠ RS. 615થી RS. 650 નક્કી કરી છે. રુચિ સોયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“કંપની” અથવા “રુચિ સોયા”)ની ફોલો-ઓન પબ્લિક ઓફર (એફપીઓ) 24 માર્ચ, 2022ને ગુરુવારે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 28 માર્ચ, 2022ના રોજ સોમવારે બંધ રહેશે. Yog guru Swami Ramdev, Non-Executive Director RSIL releasing publications on Follow-on Public Offering (FPO) at a press conference in New Delhi on Thursday.

કંપની ડાઇવર્સિફાઇડ એફએમસીજી અને એફએમએચજી ફોકસ્ડ કંપની છે, જે સમગ્ર ભારતમાં ઉત્પાદન સુવિધાઓ વ્યૂહાત્મક સ્થાનો પર ધરાવે છે અને સુસ્થાપિત બ્રાન્ડ્સ છે.

એફપીઓમાં RS. 4,300 કરોડ સુધીની રકમ માટેના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. આ ઇશ્યૂમાં લાયકાત કર્મચારીઓ દ્વારા સબસ્ક્રિપ્શન માટે 10,000 ઇક્વિટી શેર સુધીનું રિઝર્વેશન પણ સામેલ છે.

ઇશ્યૂ બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને કંપની સેબી આઈસીડીઆર નિયમનો સાથે સુસંગત રીતે એન્કર રોકાણકારોની ભાગીદારીનો વિચાર કરશે, જેમની ભાગીદારી બિડ/ઇશ્યૂ ખુલવાની તારીખના એક કામકાજના દિવસ અગાઉ 23 માર્ચ, 2022ને બુધવારે ખુલશે.

સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 129(1) સાથે સુસંગત રીતે બુક બિલ્ડિંગ પ્રક્રિયા મારફતે ઇશ્યૂ રજૂ થયો છે, જેમાં ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સને, ઓફરનો મહત્તમ 15 ટકા હિસ્સો નોન-ઇન્સિટ્યૂશનલ બિડર્સને તથા ઓફરનો મહત્તમ 35 ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ થશે.

રુચિ સોયા સૌથી મોટી બ્રાન્ડ ઓઇલ પેકેજ ફૂડ કંપનીઓ પૈકીની એક બ્રાન્ડ છે. એની ‘રુચિ ગોલ્ડ’ બ્રાન્ડ માર્કેટ લીડરશિપ પોઝિશન ધરાવે છે, જે ભારતમાં સૌથી વધુ વેચાણ ધરાવતી પામ ઓઇલ બ્રાન્ડ છે તથા “ન્યૂટ્રેલા” બ્રાન્ડ નેમ હેઠળ ભારતમાં સોયા ફૂડ્સમાં પથપ્રદર્શક અને સૌથી મોટા ઉત્પાદક બ્રાન્ડ પૈકીની એક છે.

કંપની પામ, સોયાબીન, મસ્ટાર્ડ, સનફ્લાવર, કોટનસીડ વગેરે જેવા રાંધણ ઓઇલના વિવિધ પ્રકારોમાં બ્રાન્ડ્સના મજબૂત પોર્ટફોલિયો સાથે સૌથી મોટી બ્રાન્ડેડ ઓઇલ પેકેજ ફૂડ કંપની છે, જે “રુચિ ગોલ્ડ”, “મહાકોશ”, “સનરુચિ”, “રુચિ સ્ટાર” અને “રુચિ સનલાઇટ” બ્રાન્ડનો પોર્ટફોલિયો ધરાવે છે.

કંપનીએ બિસ્કિટ્સ, કૂકીઝ, રસ્ક, નૂડલ્સ અને બ્રેકફાસ્ટ સેરેલ્સના ‘પતંજલિ’ પ્રોડક્ટ પોર્ટફોલિયો એક્વાયર કરીને એના પેકેજ ફૂડ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરે છે તથા ભારતની અગ્રણી એફએમસીજી અને હેલ્થ અને વેલેનેસ કંપની પૈકીના પતંજલિ ગ્રૂપનો ભાગ છે. પતંજલિ ગ્રૂપના ન્યૂટ્રાસ્યુટિકલ અને વેલનેસ ઉત્પાદનોમાં 14 વર્ષથી વધારે અનુભવ સાથે રુચિ સોયાએ ‘પતંજલિ એન્ડ ન્યૂટ્રેલા’ના સંયુક્ત બ્રાન્ડિંગ અંતર્ગત એના ન્યૂટ્રાસ્યુટિકલ્સ પ્રસ્તુત કર્યું છે.

ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ (“બીઆરએલએમ”) છે – એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ અને આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડ.

અહીં ઉપયોગ થયેલા તમામ અને ચોક્કસ પરિભાષિત ન કરેલા મૂડીકૃત શબ્દો 11 માર્ચ, 2022ની તારીખના રોજ મુંબઈમાં રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, મહારાષ્ટ્ર (“આરઓસી”) રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“આરએચપી”) જેવો સમાન અર્થ ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.