આંખમાં સ્ટીરોઈડના ડ્રોપ્સ નાંખતા હોવ તો ચેેતી જજોઃ ઝામર થઈ શકે છે

સ્ટીરોઈડના ડ્રોપ્સ ઝામર નોતરી શકે છેઃ ૪પ વર્ષ પછી આંખની તપાસ ખાસ જરૂરી
દેશમાં ૧.ર કરોડ લોકોને ઝામરઃ 12 લાખ લોકોએ ઝામરને કારણે દ્રષ્ટિ ગુમાવી
(એજન્સી)અમદાવાદ, આંખમાં વધારે પડતા માઈનસ કે પ્લસ નંબર હોવા, ડાયાબીટીસ, બ્લડપ્રેશર, થાઈરોઈડ, સ્ટીરોઈડનો વધુ પડતો ઉપયોગ પરીવારમાં ઝામરની હિસ્ટ્રી, આંખમાં કોઈ ઈજા કે ઓપરેશન કરાવ્યું હોય એવી પરીસ્થિતીમાં વ્યકિતને ઝામર થવાની શકયતા છે.
૧ર માર્ચ વિશ્વ ઝામર દિવસ નિમીત્તે ઈન્ડીયન મેડીકલ એસોસીએશન-ગુજરાત અમદાવાદ મેડીકલ એસોસીએશન ગ્લુકોમા સોસાયટી ઓફ ઈન્ડીયા અમદાવાદ ઓપ્થલ્મોલોજીકલ સોસાયટી અને એમ એન્ડ જે વેસ્ટર્ન રીજીયોનલ અમદાવાદમાં યોજયેલા વિશ્વ ઝામર સપ્તાહ અંતર્ગત અમદાવાદ અને ગાંધીનગર સિનીયર સીટીઝન માટે આંખની તપાસાર્થે વિવિધ સ્થળે કેમ્પ શરૂ કર્યા છે.
એલ.જી. હોસ્પિટલના ડો.આશીષ ભોજ કે કહયું કે, ઝામર એ આંખની ગંભીર રોગ હોવાથી તેને કારણે કાયમી અંધત્વ આવી શકે છે. ઝામરનાં કોઈ લક્ષણ હોતાં નથી,પરંતુ અમુક દર્દીમાં આંખ લાલ થવી આંખમાંથી પાણી પડવું આંખમાં દુખાવો થાય, માથું દુખવું, ચશ્માંના નંબર વારંવાર બદલાય પ્રકાશની આજુબાજુ કુંડાળા દેખાય વગેરેર જેવા ચિહ્નો ઝામરનાં છે. ૪પ વર્ષ પછી દરેક વ્યકિતએ કોઈપણ ઓપ્થલ્મોજીસ્ટ પાસે તપાસ કરાવવી જોઈએ.
એમ એન્ડ.જે ઈન્સ્ટીટયુટ ઝામર વિભાગના વડા ડો.પૂર્વી ભગતે જણાવ્યું હતું કે, ઝામરની પરીરિસ્થતીમાં આંખમાં અસામાન્ય દબાણ પેદા થવાથી આંખ પાછળના ભાગમાં ચેતાતંતુના કોષ સુકાતા જાય છે. દ્રષ્ટિક્ષેત્રર સંકોચાતું જાય છે. સમયસર નિદાન અને સારવાર દ્વારા ઝામરને અટકાવી શકાય છે. ભારતમાં લગગભગ ૧.ર કરોડ લોકો ઝામરથી પીડાય છે. અને ૧ર લાખ લોકોએ ઝામરના કારણે દ્રષ્ટિ ગુમાવી છે.