નિક્કી શર્માએ શિવશક્તિ માટે જોરદાર સ્ટંટ સિકવન્સ કર્યા
ઝી ટીવીનો પ્યાર કા પહેલા અધ્યાય શિવશક્તિમાં શિવ-શક્તિની વાર્તાને આધારે સમકાલીન પ્રેમની હિલિંગ શક્તિ વિશે વાત કરવામાં આવી છે, તેના પ્રથમ એપિસોડથી જ આ શો ટેલી-ટાઉનમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્ટુડિયો એલએસડી પ્રોડક્શન્સ દ્વારા પ્રોડ્યુસ આ શોમાં અર્જુન બિજલાની (શિવ) અને નિક્કી શર્મા (શક્તિ)ની કેમિસ્ટ્રીએ દર્શકોને તેમની સ્ક્રીન પર જકડી રાખ્યા છે અ બધાનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે!
તાજેતરમાં જ દર્શકોએ જોયુ કે, શિવ અને શક્તિના લગ્ન જોવા જેવા બની રહ્યા છે. તો બીજી તરફ કીર્તન (ગૌરવ વાધવા) શક્તિની સાથે લગ્ન કરવા ઇચ્છે છે, તો તે લગ્ન તોડવા પ્રયત્ન કરે છે અને અંતે તેને એક વાત જાણવા મળે છે કે, શિવ ઘણા લાંબા સમયથી કંઈક છૂપાવી રહ્યો છે અને જે બાબત સામે આવતા બધા અવાક થઈ જાય છે.
મહેંદી સિકવન્સ દરમિયાન કિર્તન નાટ્યાત્મક રીતે બહાર નિકળી જાય છે, તો શક્તિને તેના પ્લાન વિશે શંકા જાય છે. તે એક સ્કૂટી પર તેની પાછળ જાય છે, આ દરમિયાન શક્તિએ જે સ્ટંટ કર્યો છે, એ આ સિકવન્સને ખૂબ જ રસપ્રદ બનાવે છે. પહેલ વખત તે કરીના કપૂરે ‘3 ઇડિયટ’ મૂવીમાં જેમ લહેંગા પહેરીને સ્કૂટી ચલાવ્યું હતું એવી રીતે તે પણ સ્કૂટી ચલાવી રહી છે. આ ઉપરાંત અમે તો એવું પણ સાંભળ્યું છેક , આ સિકવન્સ માટે બોડી ડબલની મદદ વગર પોતાની જાતે તેને ચાલતી બસની બારી પણ પકડી છે.
નિક્કી શર્મા કહે છે, “મારા જીવનમાં પહેલી વખત હું સ્કૂટી ચલાવી રહી છું અને મેં ક્યારેય ન’તું વિચાર્યું કે, મારે એક શો માટે આ ખાસ ચલાવતા શિખવું પડશે. પણ આ સીનની માંગ હતી તો, મેં શિખ્યું અને ફક્ત એક જ દિવસની પ્રેક્ટિસ દરમિયાન હું સ્કૂટી ચલાવતા પણ શિખી ગઈ. જ્યારે હું લહેંગા પહેરીને સ્કૂલમાં પહોચી તો અમે એવું લાગ્યું કે, જાણે હું 3 ઇડિયટની કરીના કપૂર છું, જે લહેંગામાં સ્કૂટી ચલાવીને આમિર ખાનને મળવા પહોંચે છે.
મુશ્કેલ હતું પણ હું મારી જાતને નસીબદાર સમજું છું કે, મને આવા સ્ટંટ મારી જાતે પફોર્મ કરવાનો મોકો મળ્યો. વધુમાં લહેંગામાં બસની બારી પર લટકવું પડકારજનક હતું, તેના માટે શારીરિક અને માનસિક તાકાત હોવી જરૂરી છે. મને ડિરેક્ટર અને સહ-કલાકારોએ ખૂબ જ વખાણી છે, પણ હું ખરેખર ઇચ્છું છું કે, અમારા દર્શકો પણ આ સિકવન્સને માણે અને અમારા પર તેમનો પ્રેમ વરસાવે.”
દર્શકો નિક્કી શર્માને આ સ્ટંટ પફોર્મ કરીને બતાવતા ખૂબ જ ઉત્સાહિત છે, ત્યારે હવે એ જોવું વધારે રસપ્રદ રહેશે કે, શું તે શાળામાં પ્રવેશશે અને કિર્તન શું કરવા આયોજન કરી રહ્યો છે એ જાણી શકશે?