Western Times News

Gujarati News

નારોલમાંથી ૧૭ લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈઃ પાંચની અટક

પાયલોટીંગ કરતી  કારનો ડ્રાઈવર ફરાર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરમાં નારોલ વિસ્તારમાં બાતમીન આધારે પોલીસે વાચ ગોઠવતા દારૂ ભરેલી ટ્રક અને તેને પાયલોટીંગ કરતી કાર ઝડપાઈ હતી. જા કે ડ્રાઈવરે કાર અચાનક જ પુર ઝડપે હંકાર્યા બાદ રસ્તા વચ્ચે પોલીસની ગાડી આવતા કાર રસ્તાની બાજુમાં ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અને ચાલક ત્યાંથી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. બીજી તરફ કારમાં બે શખ્સો તથા ટ્રકમાંથી પણ ડ્રાઈવરને ઝડપી લેવાયા હતા. ટ્રકની તપાસક રતાં ભૂંસા નીચેથી રૂ.૧૭ લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.


નારોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.આર. રાવને વિદેશી દારૂ ભરેલી ટ્રક તથા તેને પાયલોટીંગ કરતી કાર રાજસ્થાનથી આવવાની બાતમી મળી હતી. જેના આધારે પીએસઆઈ રાવ પોતાની ટીમ સાથે કોયલી તલાવડી, ચિકુડીની વાડી આગળ ગોઠવાયા હતા. જ્યાં વહેલી સવારે બાતમીવાળી કાર દેખાઈ હતી. જેને દૂરથી ઈશારો કરતા ડ્રાઈવરે ગાડી રોકી હતી. અને તેની પાછળ જ એક ટ્રક પણ આવી હતી.

પોલીસની ટીમ કાર નજીક ગઈ ત્યાં જ ડ્રાઈવરે અચાનક જ કાર ચા કરીને ભગાવી મુકતા તમામ પોલીસ હટી ગઈ હતી. જા કે રસ્તામાં પોલીસની ગાડી આડશ તરીકે મુકી હોવાથી કાર ડ્રાઈવરે રસ્તાની બાજુમાં ગાડી નાંખી દેતા ધડાકાભેર કાર ઝાડ સાથે અથડાઈ હતી. વહેલી પરોઢે અંધારાનો લાભ લઈને ડ્રાઈવર ભાગી છૂટ્યો હતો. જ્યારે પાછલી સીટમાંથી પોલીસે બેને ઝડપી લીધા હતા.

દરમ્યાનમાં ટ્રકની તલાશી લેતાં તેમાં ભુંસુ ભરેલું હતુ. જે હટાવી જાતાં અલગ અલગ બ્રાંડનો રૂપિયા સાડા સતર લાખનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી પણ ડ્રાઈવર સહિત ત્રણ વ્યક્તિ ઝડપાયા હતા. જેથી પોલીસે પકડાયેલા પાંચ તથા નાસી છુટનાર એક આરોપી વિરોધી પ્રોહિબિશનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ૧૭ લાખના દારૂ ઉપરાંત કુલ મુદ્દામાલ રૂ.સાડા બત્રીસ લાખનો અંકે કરાયો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.