અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ૭૦માં જન્મદિન નિમિત્તે વૃક્ષારોપણ તથા પ્રતિભા સન્માનનો કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ) ભરૂચ, એક અખબાર યાદી માં કાર્યાલય મંત્રી ભૌતિક પટેલ જણાવે છે કે ૯ મી જુલાઈ ના રોજ ભરૂચ જીલ્લાની શ્રવણ વિદ્યાધામ,પ્રાર્થના, રુંગટા તેમજ સ્વામિનારાયણ ગુડવીલ સ્કૂલો માં પ્રતિભા શાળી વિદ્યાર્થીઓના સન્?માન ના કાર્યક્રમો થયા જેની અંદર શાળા ના આચાર્યઓ વિશેષ ઉપસ્થિતિ આપી હતી.આ બધા વિદ્યાર્થીઓ ને કાર્યક્રમ માં વિશેષ ઉપસ્થિત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત વિભાગના સંયોજક ભૂષણભાઈ વાનખેડે તથા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરૂચ નગર મંત્રી પ્રદીપભાઈ કાતરીયા તથા શાળા ના આચાર્યઓ ના હાથે સર્ટીફીકેટ આપવામા આવ્યા હતા.આ ઉપરાંત આ બધી શાળાઓમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત ભરૂચ ની વિવિધ કોલેજો માં પણ વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત ભરૂચ જીલ્લા ની જંબુસર શાખામાં કોલેજ ના પ્રતિભા શાળી વિદ્યાર્થીઓ નું મોં મીઠુ કરાવી તથા હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમ માં વિશેષ ઉપસ્થિત ભરૂચ જીલ્લા સંયોજક ચિંતનભાઈ જોશી,ઋષિકેશભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા.તો આ ઉપરાંત કોલેજ પરીસર માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.આ સંપૂર્ણ કાર્યક્રમ ના ઈન્ચાર્જ ગુંજનભાઈ પટેલ રહ્યા હતા અને તેને સફળ બનવવા માટે વિદ્યાર્થી પરિષદ ના ૫૦ થી ૬૦ જેટલા કાર્યકર્તાઓ એ ઉત્સાહ સભર કાર્ય પણ કર્યું હતું.તો આ સંપુર્ણ કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થી દિવસ તરીકે ૪૦૦૦ જેટલા શાળા અને કોલેજો ના વિદ્યાર્થીઓ ને વિદ્યાર્થી પરિષદ નો પરિચય કરાવવામાં આવ્યો હતો.*