અચાનક જ કોરોનાએ ફરી વધાર્યું ટેન્શન US બાદ ભારત પહોંચ્યો નવો વેરિયન્ટ

ભારતમાં કોવિડના કેસોમાં વધારો
કોવિડના નવા સબવેરિયન્ટ્સમાંના એક JN.1 એ અમેરિકાની ચિંતા વધારી છે, તેના કેસ કેરળમાં જોવા મળ્યા : ભારતમાં કોરોના સક્રિય કેસોની સંખ્યા ૯૩૮
નવી દિલ્હી,
કોવિડ-૧૯ વાયરસથી છુટકારો મેળવવાનો કોઈ સ્પષ્ટ રસ્તો નથી જોવા મળતો. સમય સમય પર તેના નવા વેરિયન્ટ સમગ્ર વિશ્વમાં દસ્તક આપી રહ્યાં છે. કોવિડના નવા સબવેરિયન્ટ્સમાંના એક JN.1 એ અમેરિકાની ચિંતા વધારી છે. હવે તેના કેસ ભારતના કેરળમાં પણ જોવા મળ્યા છે. બીજી તરફ યુએસ અન્ય નવા કોવિડ વેરિઅન્ટ HV.1 સામેની લડાઈ પણ ચાલી રહી છે. નિષ્ણાતો કહે છે કે, શિયાળાની સિઝનની શરૂઆત સાથે નવા કેસની સંખ્યામાં વધારો થઈ શકે છે.
Covid-19 નવું સબવેરિયન્ટ JN.1, કોવિડ વેરિઅન્ટ પિરોલા અથવા BA.2.86નો એક ભાગ છે. તેના વધતા જતા કેસોએ કેરળની આરોગ્ય સેવાની ચિંતા વધારી છે. ભારતમાં પણ કેસ નોંધાયો છે. ચિંતા વ્યક્ત કરતા નિષ્ણાતોએ કહ્યું છે કે, નવા પ્રકાર રાજ્યમાં પહેલાથી જ વધી રહેલા કેસોમાં વધારો કરી શકે છે. કેરળમાં આ નવા સબવેરિયન્ટની ભારતીય SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. નેશનલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) કોવિડ ટાસ્ક ફોર્સના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. રાજીવ જયદેવને જણાવ્યું હતું કે, ભારતમાં ખાસ કરીને કેરળમાં તાજેતરમાં કોવિડ-૧૯ કેસમાં થયેલા વધારાનું મુખ્ય પરિબળ JN.1 છે.
તેના લક્ષણોમાં તાવ, સતત ઉધરસ, ઝડપથી થાકી જવું, બંધ નાક, વહેતું નાક, ઝાડા, માથાનો દુખાવો થવો જેવા લક્ષણો જોવા મળે છે.કેરળમાં સૌથી વધુ ૭૬૮ નવા દર્દીઓ મળી આવતા ભારતમાં સક્રિય કેસોની સંખ્યા ૯૩૮ પર પહોંચી ગઈ છે. આ નવું વેરિઅન્ટ સૌપ્રથમ યુરોપમાં ઓગસ્ટ ૨૦૨૩માં જોવા મળ્યું હતું. નવા વેરિઅન્ટનો પહેલો કેસ લક્ઝમબર્ગમાં નોંધાયો હતો, ત્યારબાદ તે ઈંગ્લેન્ડ, આઈસલેન્ડ, ફ્રાન્સ થઈને અમેરિકા પહોંચ્યો હતો અને હવે ભારતમાં તેના કેસ જોવા મળ્યા છે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ JN.1 વેરિઅન્ટને ખૂબ જ ખતરનાક ગણાવ્યું છે કારણ કે રસીની પણ તેના પર કોઈ અસર થતી નથી.ss1