Western Times News

Gujarati News

અમદાવાદ અયોધ્યા હવે માત્ર 1.50 કલાકમાં પહોંચી જવાશે

ફલાઈટમાં માત્ર ૧ કલાક પ૦ મીનીટમાં પહોંચી જવાશે-વચ્ચે 11 જાન્યુઆરીથી સીધી ફલાઈટ શરૂ

(એજન્સી)અમદાવાદ, અયોધ્યામાં રર જાન્યુ. ર૦ર૪ના રોજ રામલલ્લા મંદીરમાં બિરાજમાન થશે. આ ભવ્ય સમારંભમાં સામેલ થવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભકતો અયોધ્યા ખાતે પહોચે તેવી શકયતાઓને પગલે વિવિધ જગ્યાએથી ડાયરેકટર ફલાઈટો શરૂ કરવાનો નિર્ણય વિવિધ એરલાઈન્સ દ્વારા કરવામાં આવ્યો છે.

તેવામાં ૧૧ જાન્યુ.થી અમદાવાદથી અયોધ્યાની ડાયરેકટર ફલાઈટ શરૂ કરવાનો નિર્ણય ખાનગી એરલાઈન્સ કંપનીએ કર્યો છે. જેનું બુકીગ પણ ઓનલાઈન શરૂ થઈ છે. હાલ અયોધ્યાનું ભાડું રૂ.૩,૯૯૯ રાખવામાં આવ્યું છે. અમદાવાદની આ ફલાઈટ સવારે ૯.૧૦ વાગે ઉપડશે જયારે અયોધ્યાથી સવારે ૧૧.૩૦ વાગે ઉપડશે આ ડાયરેકટર ફલાઈટમાં માત્ર ૧ કલાક પ૦ મીનીટમાં પહોચી શકાશે.

અયોધ્યા માટે દિલ્હીથી ઉદઘાટન ફલાઈટ ૩૦મીએ અયોધ્યા એરપોર્ટ પર લેન્ડ કરશે. ત્યારબાદ ૬ જાન્યુ.થી દિલ્હીથી અયોધ્યા વચ્ચે સીધી ફલાઈટ માટે કોમર્શીયલ કામગીરી શરૂ કરાશે. જે બાદ ૧૧ જાન્યુ.ર૦ર૪થી અમદાવાદ અયોધ્યા વચ્ચે ફલાઈટ શરૂ થશે.

અમદાવાદથી અયોધ્યા માટે ફલાઈટ નં.૬ઈ,૬ ૩૭પ મંળ, ગુરુ અને શનીવારે ફલાઈટ ૧૧ જાન્યુ.થી સવારે ૯.૧૦ વાગે ઉડાન ભરશે. આ જ રીતે અયોધ્યાથી અમદાવાદ માટે ફલાઈટ નં.૬ઈ૧૧ર મંગળ ગુરુ અને શનીવારે સવારે ૧૧.૩૦ વાગે ઉડાન ભરશે જે અમદાવાદ એરપોર્ટ પર બપોરે ૧૩.૪૦ એ લેન્ડ થશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.