અડધાથી વધારે છોકરી ધો. ૧૨ પહેલા સ્કૂલ છોડે છે

Files Photo
અમદાવાદ, ગુજરાતમાં ધોરણ ૧થી શિક્ષણની શરૂઆત કરનારી દર ૧૦૦માંથી માત્ર ૪૫ જ ધોરણ ૧૨ સુધી પહોંચી હતી, તેવું ૨૦૧૯-૨૧ દરમિયાન હાથ ધરાયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-૫ના આંકડા દર્શાવે છે. જાે કે, આંકડો માત્ર છોકરીઓ પૂરતો જ સીમિત નથી. સર્વેમાં જાણવા મળ્યું હતું કે, છોકરાઓમાં પણ, દર ૧૦૦ વિદ્યાર્થીઓમાંથી માત્ર ૫૯ જ બારમા ધોરણ સુધી પહોંચ્યા હતા.
સર્વેના તારણો પ્રમાણે, છોકરાઓ માટે ૪૧.૨ ટકાની સરખામણીમાં છોકરીઓ માટે આ ઘટાડો ૫૫.૧ ટકા હતો. જાે ૨૦૦૫-૦૬માં હાથ ધરાયેલા NFHS-૩ના આંકડાઓની સરખામણી કરીએ તો પરિસ્થિતિ સુધરી હોવા છતાં આ સોશિયલ ડેવલપમેન્ટ ઈન્ડેક્સમાં રાજ્ય દેખીતી રીતે પાછળ છે.
૨૦૧૯-૨૧માં ઉચ્ચચર માધ્યમિક શાળામાં ભણતા ૫૭ ટકા છોકરાઓ અને ૪૪ ટકા છોકરીઓની સરખામણીમાં, લગભગ ૧૫ વર્ષ પહેલા માત્ર ૩૬ ટકા છોકરાઓ અને ૨૮ ટકા છોકરીઓ ૧૨મા ધોરણ સુધી પહોંચવામાં સક્ષમ રહ્યા હતા. સર્વેના તારણો દર્શાવે છે કે, ગુજરાતમાં ૬થી ૧૭ વર્ષના ૮૨ ટકા બાળકો શાળાએ ગયા હતા. જેમાં ૮૭ ટકા શહેરી વિસ્તારો અને ૭૯ ટકા ગ્રામીણ વિસ્તારોનો સમાવેશ થાય છે. ૨૦૦૫-૦૬માં હાજરી ૭૧ ટકા હતી.
૨૦૦૫-૦૬માં ગ્રામીણ અને શહેરી એમ બંને વિસ્તારોમાં હાજરી અનુક્રમે ૭૪ ટકા અને ૬૯ ટકાથી વધી છે.નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છોકરીઓ માટે એકદંર ડ્રોપઆઉટ અને ઝડપથી સ્કૂલ છોડવા માટેના અનેક કારણો છે.
ગુજરાત સેલ્ફ-ફાયનાન્સ સ્કૂલ અસોસિએશનના પ્રમુખ ભરત ગાજિપરાએ જણાવ્યું હતું કે, નીચલા વર્ગોમાં ડ્રોપઆઉટની ટકાવારી ઊંચી નથી કારણ કે, ઓછા વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. દસમા ધોરણમાં મુખ્ય ફેરફાર જાેવા મળે છે, જ્યાં અમારું પરિણામ વર્ષોથી ૬૫થી ૭૦ ટકાની આસપાસ હોય છે.
નાપાસ થયેલા વિદ્યાર્થીઓમાં અભ્યાસ ચાલુ રાખવાની શક્યતા ઓછી હોય છે. છોકરીઓ માટે, સ્કૂલ અને ઘર વચ્ચેનું અંતર એ એક મુખ્ય પરિબળ છે, તેઓ છોકરાઓ કરતાં પ્રાથમિક શિક્ષણ મેળવે તેવી શક્યતા વધુ હોય છે, કારણ કે માતા-પિતા તેમને પાયાનું શિક્ષણ આપવા માટે ઉત્સુક હોય છે.
પરંતુ જ્યારે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્કૂલો નજીક ન હોય ત્યારે તેઓ સ્કૂલમાંથી ડ્રોપઆઉટ લઈ લે છે, તેમ તેમણે કહ્યું હતું. ગુજરાતના ગામડાઓમાં બાળ શિક્ષણ માટે કામ કરનારા બાળ મંચ નામના એનજીઓના સ્થાપક રાજેશ ભાટે જણાવ્યું હતું કે, પાણીની ઉપલબ્ધતા અને સ્વચ્છતા એ પણ મુખ્ય પરિબળ છે.
ગુજરાતના ગામડાઓમાં બાળ શિક્ષણ સાથે કામ કરતી એનજીઓ બાલ મંચના સ્થાપક રાજેશ ભટે જણાવ્યું હતું કે, પાણીની ઉપલબ્ધતા અને સ્વચ્છતા એ પણ મુખ્ય પરિબળ છે. ‘જે સ્કૂલોમાં અલગ શૌચાલય ન હોય ત્યાં છોકરીઓની હાજરી ઓછી હોય છે. ઉચ્ચ વર્ગમાં માસિક ધર્મ સાથે પાણીની ઉપલબ્ધતા એ વધુ એક સમસ્યા છે’, તેમ તેમણે કહ્યું હતું.
મધ્યાહન ભોજન યોજના અને સર્વ શિક્ષા અભિયાન જેવી પહેલાના કારણે પ્રાથમિક રીતે સંખ્યામાં સુધારો થઈ રહ્યો છે. ત્રણ દશકા કરતાં વધારે સમયથી શિક્ષણ અને પરીક્ષા પ્રક્રિયા સાથે જાેડાયેલા ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડના પૂર્વ બોર્ડ સભ્ય નારાયણ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યોના કેટલાક ભાગમાંથી ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓ ગાયબ થઈ જવી તે પણ ડ્રોપઆઉટ પાછળનું એક કારણ હોઈ શકે છે.SSS