Western Times News

Gujarati News

અદાણી-અંબાણીથી લઇને મસ્ક-બફેટ સુધીના ટોપ-૧૦ ધનકુબેરોને ૪૨ અબજનું નુકસાન

મુંબઇ, વિશ્વભરના શેરબજારોમાં ઘટાડાની અસર દુનિયાના ટોપ-૧૦ અબજપતિઓ પર પણ પડી છે. અદાણીથી અંબાણી અને એલન મસ્કથી સર્ગી બ્રિન સુધીની સંપત્તિમાં ૪૨.૬ અબજ ડોલરનું ધોવાણ થયું છે.

સોમવારે જ્યાં ભારતીય શેરબજારોમાં વેચવાલીના વાવાઝોડાને પગલે અંબાણી અને અદાણીની સંપત્તિ ૩.૭ અબજ ડોલર ઘટી ગઇ ત્યાં અમેરિકી શેરબજારોમાં થયેલા ઘટાડામાં મસ્ક, બેજાેસ, બિલ ગેટ્‌સ, વોરેન બફેટ જેવા અપજપતિઓને પણ નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો છે.મુકેશ અંબાણીને ૧.૯ અબજ ડોલર તો અદાણીને ૧.૮ અબજ ડોલરનું નુકસાન થયું છે.

ઉલ્લેખનીય છે કે સોમવારે સેન્સેક્સ ૧૪૫૦ પોઇન્ટ ગગડ્યો હતો જ્યારે નિફ્ટી ૪૨૭ પોઇન્ટના ભારે નુકસાન સાથે ૧૫૭૭૪ના સ્તર પર રહ્યો. જ્યારે અમેરિકી શેરબજારનો મુખ્ય ઇન્ડેક્સ ડાઉ જાેન્સ ૮૭૬.૦૫ (૨.૭૯ ટકા) ગગડી સોમવારે ૩૦૫૧૬.૭૪ની સપાટી પર બંધ રહ્યો. તો નેસ્ડેકમાં ૪.૬૮ ટકાનો ઘટાડો જાેવા મળ્યો. નેસ્ડેક ૫૩૦ પોઇન્ટ ઘટી ૧૦૮૦૯ના સપાટ પર બંધ થયો.

એલન મસ્કની કંપની ટેસ્લા ઇંકના શેરોમાં સોમવારે ૭.૧૦ ટકાનો ભારે ઘટાડો નોંધાયો. તેની અસર એ થઇ કે એલન મસ્કની સંપત્તિ એક જ દિવસમાં ૧૧.૮ અબજ ડોલર ઘટી ગઇ અને હવે તેની કુલ સંપત્તિ ૨૦૩.૩ અબજ ડોલર રહી ગઇ છે. આંકડા ફોર્બ્સ રિયલ ટાઇમ બિલેનિયરના છે.

આ યાદીમાં હવે બર્નાર્લ્‌ડ ઓર્નાલ્ટ બીજા નંબરે પહોંચી ગયા છે. જાેકે તેમને પણ ગઇકાલે ૫.૮ અબજ ડોલરનો ઝાટકો લાગ્યો હતો. હવે તેની કુલ સંપત્તિ ૧૪૦.૨ અબજ ડોલર જ રહી ગઇ છે. હવે ત્રીજા સ્થાને એમેજાેનના પૂર્વ સીઇઓ જેફ બેજાેસ છે જેમને સોમવારે ૬ અબજ ડોલરનું નુકસાન થયું હતું. એક સમયે દુનિયાના સૌથી અમીર રહેલા જેફ બેજાેસની કુલ સંપત્તિ હવે ૧૨૯.૪ અબજ ડોલર રહી ગઇ છે.

વિશ્વના ટોપ-૧૦ અબજપતિઓની યાદીમાં ચોથુ સ્થાન ધરાવતા બિલ ગેટ્‌સને ૩.૨ અબજ ડોલરની નુકસાન પહોંચ્યું છે. તેની કુલ સંપત્તિ હાલ ૧૨૧.૨ અબજ ડોલર છે. વોરેન બફેટને ૩.૮ અબજ ડોલરનો ઝાટકો લાગ્યો છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.