Western Times News

Gujarati News

અભિનેત્રી નયનતારાની ઈન્ટિમેટ તસવીર વાયરલ!

મુંબઈ, સાઉથ એક્ટ્રેસ નયનથારા કોણ પણ કારણોસર ચર્ચામાં રહે છે. આ લેડી સુપરસ્ટારે ઘણી હિટ ફિલ્મો આપી છે. પરંતુ ઘણી વખત નયનતારા તેના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહી છે. આ જ કારણ છે કે તેને કોન્ટ્રોવર્સી ક્વીન પણ કહેવામાં આવે છે. ઘણા કલાકારો સાથેના સંબંધોથી લઈને તેના બોયફ્રેન્ડ સિમ્બુ સાથેના ફોટો લીક નયનતારા માટે સમસ્યા બની ગઈ.

આ તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી હતી. જેને જાેઈને ચાહકો પણ હચમચી ગયા હતા. તમને જણાવી દઈએ કે, બંનેની મુલાકાત ફિલ્મ વલ્લવન (૨૦૦૬)ના સેટ પર થઈ હતી. નિકટતા વધતી ગઈ. પછી પ્રેમ થયો. પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. બાદમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું.

જે બાદ બંનેની ઈન્ટિમેટ થતી તસવીરો વાયરલ થઈ હતી. નયનતારાને કોરિયોગ્રાફર પ્રભુદેવા સાથે અફેર હતું. તે સમયે પ્રભુદેવ પરિણીત હતા અને તેમને ત્રણ બાળકો હતા. નયનતારા અને પ્રભુદેવા એકબીજાના પ્રેમમાં એટલા પાગલ હતા કે તેઓ લિવિનમાં રહેવા લાગ્યા.

નયનતારાએ પણ તેના પ્રેમમાં પોતાનો ધર્મ બદલી નાખ્યો હતો. નયનથારા મૂળ એક ઈસાઈ હતી, તેણીનો જન્મ એક ધર્મનિષ્ઠ ઈસાઈ પરિવારમાં થયો હતો પરંતુ પ્રભુ દેવા સાથે લગ્ન કરવા માટે વર્ષ ૨૦૧૧ માં હિંદુ ધર્મ અપનાવ્યો હતો. નયનતારા માટે, પ્રભુદેવાએ તેમના ૧૬ વર્ષ જૂના લગ્નને તોડી નાખ્યા, જે પછી તેમની પત્ની લતાએ તેમને છૂટાછેડા આપી દીધા.

પરંતુ આ પછી પણ નયનતારા અને પ્રભુદેવે લગ્ન ન કર્યા. આ અગાઉ સાઉથની આ સુપર સ્ટાર એક્ટ્રેસ નયનતારાની લંપટ સ્વામી નિત્યાનંદ સાથેની તસવીરોએ પણ સૌ કોઈને ચોંકાવી દીધાં હતાં. ઐયાશીમાં રાચેલો અને મહિલાઓ સાથે છળકપટથી અનૈતિક સંબંધો બાંધવા માટે પંકાયેલો લંપટ નિત્યાનંદ જ્યારે આ એકટ્રેસ સાથે જાેવા મળ્યો હતો તે તસવીર પણ ભારે વિવાદનું કારણ બની હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.