અમદાવાદના કોટ વિસ્તારમાં કોરોનાથી 74 લોકોના મરણ : મૃત્યુદર 6 ટકા
જમાલપુરમાં મૃત્યુદર 8.30 ટકા : જમાલપુર માં કોરોનાથી 48 લોકોના મરણ : મધ્યઝોનમાં મહારાષ્ટ્ર કરતા પણ વધુ મૃત્યુદર
અમદાવાદ : ( દેવેન્દ્ર શાહ) શહેરમાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે શહેરના છ વિસ્તારોને રેડઝોન જાહેર કરવામાં આવ્યો છે અમદાવાદના કોટ વિસ્તાર માં કોરોનાના કેસની સંખ્યા 1100ને પાર કરી ગઇ છે જ્યારે મૃત્યુઆંક 70 કરતા વધારે થયો છે દેશના માત્ર ત્રણ રાજ્યોમાં જ કોટ વિસ્તાર કરતા વધારે મૃત્યુ નોંધાયા છે ચોંકાવનારી બાબત એ છે કે કોરોનાના મૃત્યુદરમાં કોટ વિસ્તાર ની ટકાવારી સૌથી વધારે છે ખાસ કરીને જમાલપુર વોર્ડમાં કોરોના ના કેસ અને મૃત્યુનું પ્રમાણ સૌથી વધુ છે માત્ર જમાલપુર વોર્ડમાં કરુણાએ 48 વ્યક્તિ નો ભોગ લીધો છે જમાલપુર વોર્ડમાં કોરોનાના મૃત્યુ દરની ટકાવારી આઠ ટકા કરતાં પણ વધારે છે.
શહેર ના મધ્યઝોન માં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ લાગી રહ્યું છે. મધ્યઝોનમાં 30 એપ્રિલ સવાર સુધી ના પ્રાપ્ય રિપોર્ટ મુજબ કોરોના ના કુલ 1208 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 29 એપ્રિલે 234 કેસ કન્ફર્મ થયા હતા જે પૈકી 100 કેસ માત્ર મધ્યઝોનના છે.જેના કારણે જ ઝોન ના જમાલપુર, ખાડિયા, શાહપુર અને દરિયાપુર ને રેડઝોન જાહેર કરવાની ફરજ પડી છે. જ્યારે અસારવા વોર્ડ ની સ્થિતિ પણ ખરાબ થઈ રહી છે.
29 એપ્રિલ સવાર ના રિપોર્ટ મુજબ જમાલપુર માં 539, ખાડિયા માં 216, દરિયાપુર વોર્ડ માં 135, શાહપુર માં 115 , અસારવા માં 81 અને શાહીબાગ માં 21 કેસ કન્ફર્મ થયા હતા. જેની સામે જમાલપુર માં 45, ખાડિયા માં 12, દરિયાપુર માં 09, શાહપુર માં 01 તેમજ શાહીબાગ વોર્ડમાં 02 મૃત્યુ નોંધાયા હતા. આમ, 29 એપ્રિલ સવાર સુધી ના રિપોર્ટ મુજબ કોટ વિસ્તારમાં 1107 કેસ સામે 69 દર્દી ના મરણ થયા છે. તેથી મૃત્યુ ટકાવારી દર લગભગ 06 ટકા આસપાસ રહે છે. 29 તારીખે મધ્યઝોનમાં વધુ 101 કેસ અને 05 દર્દીના મૃત્યુ જાહેર થયા હતા. તેથી 30 એપ્રિલ સવાર ના રિપોર્ટ મુજબ 1208 કેસ અને 74 લોકો ના મરણ થયા છે.
જે મુજબ મૃત્યુ ટકાવારી 6.23 ટકા થાય છે. મધ્યઝોનના જમાલપુર વોર્ડ માં મૃત્યુદર આઠ ટકા કરતાં પણ વધારે છે.જે દેશ ના અનેક રાજ્યો કરતા અનેકગણો વધારે છે. દેશ ના સૌથી વધુ કેસ જે રાજ્યમાંથી બહાર આવ્યા છે તે મહારાષ્ટ્ર કરતા પણ બમણો મૃત્યુ દર જમાલપુર માં છે.
શહેર ના જમાલપુર વોર્ડ માં 29 એપ્રિલ સવાર ના રિપોર્ટ મુજબ 539 કેસ અને 45 મૃત્યુ નોંધાયા હતા. જમાલપુર માં મૃત્યુદર 8.30 ટકા આસપાસ રહે છે. અમદાવાદ શહેર નો મૃત્યુદર 4.80 ટકા જેટલો છે.
મહારાષ્ટ્ર માં 9915 કેસ સામે 432 મરણ નોંધાયા છે. તેથી મહારાષ્ટ્ર માં પણ મૃત્યુ ટકાવારી 4.35 ટકા છે. જ્યારે દિલ્હીમાં આ ટકાવારી માત્ર 1.6 ટકા છે. દેશના મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં જ મધ્યઝોન કરતા વધુ મરણ નોંધાયા છે. જ્યારે રાજસ્થાન માં 57, દિલ્હીમાં 56, ઉત્તરપ્રદેશમાં 39, બંગાળમાં 22 અને તેલંગણા માં 25 વ્યકિત ના મૃત્યુ કોરોનાથી થયા છે. અમદાવાદ શહેર અને ખાસ કરી ને કોટ વિસ્તારમાં જે રીતે કોરોના ના કેસ અને મૃત્યુ વધી રહયા છે તે બાબત સરકાર માટે ચિંતા નો વિષય બની છે.