અમદાવાદ મંડળની કેટલીક સાપ્તાહિક ટ્રેનો પરિવર્તિત માર્ગ પર દોડશે
ઉત્તર મધ્ય રેલવે પર પ્રયાગરાજ સ્ટેશનના મેજર અપગ્રેડેશનના કામના સંબંધમાં પ્લેટફોર્મ નંબર 4 અને 05 બંધ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ, અમદાવાદ-પટના એક્સપ્રેસ અને અમદાવાદ- ટના સ્પેશ્યલ સાપ્તાહિક ટ્રેનો પરિવર્તિત કરાયેલા માર્ગ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે.
•14 જૂનથી 19 જુલાઈ, 2024 સુધી, અમદાવાદ થી ઉપડનારી ટ્રેન નંબર 15560 અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ તેના નિર્ધારિત માણિકપુર-પ્રયાગરાજ-પ્રયાગરાજ રામબાગ-વારાણસીને બદલે પરિવર્તિત માર્ગ વાયા માણિકપુર-પ્રયાગરાજ છિવકી-વારાણસી થઈને દોડશે. આ ટ્રેનને પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર વધારાનો સ્ટોપ આપવામાં આવ્યા છે.
• 12 જૂનથી 24 જુલાઈ 2024 સુધીં દરભંગાથી ઉપડનારી ટ્રેન નંબર 15559 દરભંગા-અમદાવાદ અંત્યોદય એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ વાયા વારાણસી-પ્રયાગરાજ રામબાગ-પ્રયાગરાજ-માણિકપુર ના બદલે પરિવર્તિત માર્ગ વાયા વારાણસી-પ્રયાગરાજ છિવકી-માણિકપુર થઈને દોડશે. આ ટ્રેનને પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર વધારાનો સ્ટોપ આપવામાં આવ્યા છે.
• 16 જૂનથી 21 જુલાઈ 2024 સુધી અમદાવાદ થી ચાલતી ટ્રેન નંબર 19421 અમદાવાદ-પટના સાપ્તાહિક એક્સપ્રેસને તેના નિર્ધારિત માર્ગ વાયા માણિકપુર-પ્રયાગરાજ-પ્રયાગરાજ રામબાગ-વારાણસી-પં. દીનદયાલ ઉપાધ્યાય ના બદલે પરિવર્તિત માર્ગ વાયા માનિકપુર-પ્રયાગરાજ છિવકી-પં. દીનદયાળ ઉપાધ્યાય થઈને ચાલશે. આ ટ્રેનને પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર વધારાનો સ્ટોપ આપવામાં આવ્યો છે.
• 18 જૂનથી 23 જુલાઈ 2024 સુધી પટનાથી ઉપડનારી ટ્રેન નંબર 19422 પટના-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસને તેના નિર્ધારિત માર્ગ વાયા પં. દીનદયાલ ઉપાધ્યાય-વારાણસી-પ્રયાગરાજ રામબાગ-પ્રયાગરાજ- માણિકપુર ના બદલે પં. દીનદયાલ ઉપાધ્યાય-પ્રયાગરાજ છિવકી-માણિકપુરના રસ્તે ચાલશે. આ ટ્રેનને પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર વધારાનો સ્ટોપ આપવામાં આવ્યો છે.
• 12 જૂનથી 24 જુલાઈ 2024 સુધી અમદાવાદ થી ઉપડનારી ટ્રેન નંબર 09447 અમદાવાદ-પટના સાપ્તાહિક વિશેષ તેના નિર્ધારિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ-પ્રયાગરાજ-પં. દીનદયાલ ઉપાધ્યાય ના બદલે પરિવર્તિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ-લખનઉ-પં.દીનદયાલ ઉપાધ્યાય થઈને ચાલશે.
ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને મુલાકાત લઈ શકે છે