ઉછીના નાણાં પરત ન આપતાં, માર મારીને ત્રીજા માળેથી ફેેંકી દેવાની ધમકી આપી!!
વ્યાજખોરે યુવકને અલગ અલગ જગ્યાએ લઈ જઈને માર મારીને ત્રીજા માળેથી ફેેકી દેવાની ધમકી આપી!!
૧૪ ટકાના વ્યાજે લીધેેલા 30,000 ચુકવી ન શકતા યુવકને વ્યાજખોરે ફટકાર્યો
(એજન્સી) અમદાવાદ, ઓઢવમાં યુવકે ૧૪ ટકાના વ્યાજે રૂા.૩૦,૦૦૦ લીધા હતા. તે ચુકવી ન શકતા વ્યાજખોર યુવકને અલગ અલગ જગ્યાએ લઈ જઈને માર મારીને ે ઉપરથી ફેંકી દેવાની ધમકી આપી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો.
ઓઢવમાં સ્મૃતિ પાર્ક સોસાયટીમાં રહેતા ગણેશભાઈ પ્રજાપતિએ જય પટેલ, સહિત અન્ય એક શખ્સ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.
ગણેશભાઈ પતની તેમજ બાળકો સાથે રહે છે. ગણેશભાઈ હરિપુરા ખાતે અનાજ દળવાની ઘંટીમાં નોકરી કરે છે.
ગઈકાલે સાયકલ લઈને વિરાટનગર ચાર રસ્તા પાસે આવેલી બરફની ફેકટરીમાં જતા હતા ત્યારે એક અજાણ્યા શખ્સે ગણેશભાઈ પાસે આવીને કહ્યુ હતુ કે ે સામે ઉભેલા ભાઈ તમને ઓળખે છે.
જેથી ગણેશભાઈએ સામે જાેતાં જય પટેલ ઉભો હતો. ગણેશભાઈએ આજથી ચાર વર્ષ પહેલાં જય પટેલ પાસેથી ૧૪ ટકાના વ્યાજે ૩૦,૦૦૦ રૂપિયા લીધા હતા.
આ શખ્સે ગણેશભાઈને પકડીને જય પટેલ પાસે લઈ ગયો હતો. આ શખ્સે ગણેશભાઈને કહ્યુ હતુ કે રૂા.પરત આપી દે આમક હેતા ગણેશભાઈએ કહ્યુ હતુ કે મારી પાસે હાલમાં પૈસા નથી. જેથી જય પટેલ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. અને બંન્નેએ ભેગા મળીને ગણેશભાઈને માર માર્યો હતો.
બંન્નેએ એક્ટીવા પર ગણેશભાઈને બેસાડીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને ગડદાપાટુનો માર માર્યો હતો. અને ત્રીજા માળેથી ફેંકી દેવાની ધમકી આપી હતી.
ત્યારબાદ ગણેશભાઈના ભાઈને જય પટેલે ફોન કરીને જણાવ્યુ હતુ કે તારો ભાઈ મારી પાસે છે તેણે ૩૦,૦૦૦ રૂપિયા વ્યાજે લીધા હતા. જેનંુ વ્યાજ તથા પેનલ્ટી મળીને રૂા.૧.ર૦ લાખ થાય છે. તે લઈને આવીો અને તમારા ભાઈને લઈ જાઓ. આમ, કહેતા ગણેશભાઈના ભાઈએ પોલીસ કંટ્રોલમાં ફોન કરી દીધો હતો.
આ સમયે જય પટેલે ગણેશભાઈને કહ્યુ હતુ કે તું કોઈને કાંઈ વત કરતો નહી. અને પોલીસ ફરીયાદ કરતો નહી, આમ, કહીને મોકલી દીધો હતો. ત્યારબાદ ગણેશભાઈ અને તેના ભાઈએ જય પટેલ અને અન્ય એક શખ્સ વિરૂધ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોેધાવતા પોલીસે ફરીયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.