એવું તે શું થયું કે, પતિ, પત્ની અને બે બાળકોએ કેનાલમાં ઝંપલાવ્યું

પ્રતિકાત્મક
એક જ પરિવારના ૪ સભ્યોનો સામુહિક આપઘાતનો પ્રયાસ
થરાદ, ઉત્તર ગુજરાતમાં આવેલી નર્મદા કેનાલમાં અનેકવાર આપઘાતની ઘટનાઓ બનતી રહેતી હોય છે. ત્યારે વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. થરાદના પીલૂડા ગામના એક જ પરિવારના ચાર સભ્યોએ મુખ્ય કેનાલમાં મોતની છલાંગ લગાવી હોવાનું અનુમાન છે. થરાદના વામીગામ નજીક આવેલી કેનાલ ખાતે આ ઘટના બની છે.
કેનાલમાં ચાર લાકોએ ઝંપલાવ્યું હોવાની વાત ફેલાતા સ્થાનિક લોકોનાં ટોળે ટોળા ઉમટ્યા હતા. બાદમાં ઘટનાની જાણ નગરપાલિકાના તરવૈયાને કરવામાં આવી હતી. જે બાદ તરવૈયાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તરવૈયાની ટીમે ભારે જહેમત બાદ બે કલાકની શોધખોળના અંતે માતા અને પુત્રીના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
જાે કે, હજુ પણ બે લોકોના મૃતદેહ શોધવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આ પરિવારના સભ્યોએ કયા કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું એ અંગેનું કારણ હજુ સામે આવ્યું નથી.
બનાવની મળતી વિગતો મુજબ, ઉત્તર ગુજરાતના થરાદમાં આવેલી મુખ્ય કેનાલમાં ઝંપલાવી આપઘાતની ઘટનાઓ બનતી રહેતી હોય છે. ત્યારે આજે વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. થરાદની મુખ્ય કેનાલમાં એક જ પરિવારના ચાર સભ્યોએ મોતની છલાંગ લગાવી હતી.
એવું જાણવા મળી રહ્યું છે કે, પીલૂડા ગામમાં રહેતા આ પરિવારના ચાર સભ્યોએ કેનાલમાં મોતની છલાંગ લગાવી છે. પતિ, પત્ની અને બે બાળકોએ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું હતું. એવું પણ સામે આવ્યું છે કે, પરિવારના ચારેય સભ્યો બાઈક લઈને કેનાલે આવ્યા હતા. બાદમાં બાઈક કેનાલ પાસે મૂકીને પરિવારના ચારેય સભ્યોએ મોતની છલાંગ લગાવી હતી.
ઘટનાની જાણ થરાદ ફાયર વિભાગ અને નગરપાલિકાના તરવૈયાને કરવામાં આવી હતી. જે બાદ આ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તરવૈયાઓએ બે કલાકની ભારે જહેમત બાદ માતા અને પુત્રીના મૃતદેહ બહાર કાઢ્યા હતા. જ્યારે અન્ય બે મૃતદેહોને શોધવા કાર્યવાહી હાથ ધરી છે.
કેનાલમાં એક જ પરિવારના ચાર સભ્યોએ છલાંગ લગાવી હોવાની વાત વાયુ વેગે ફેલાતા આસપાસના લોકોનાં ટોળે ટોળા ઉમટ્યા હતા. જાે કે, આ પરિવારે કયા કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું એ હજુ સુધી જાણવા મળ્યું નથી.