Western Times News

Gujarati News

ઓટો રિક્ષાથી ટક્કર મારીને હત્યા કરાયાની આશંકા વ્યકત કરાઇ

ધનબાદ: ધનબાદમાં બનેલી એક ગોઝારી ઘટનામાં મોર્નિંગ વોક પર નીકળેલા એક જજને ઓટો રિક્ષાએ ટક્કર મારી દીધી હતી. સમગ્ર ઘટનાની તપાસ કરવા માંગ કરવામાં આવી હતી. સવારે ૫ વાગ્યાના સુમારે, રસ્તાના કિનારે જમણી બાજુ એક વ્યકિત કસરત કરી રહ્યો હતો. ત્યારે અચાનક પાછળથી એક ઓટો રિક્ષા આવી, રસ્તા પર સીધા જવાની જગ્યાએ થોડી જમણી બાજુ હંકારી પૂર ઝડપે વ્યક્તિને ટક્કર મારી, કસરત કરી રહેલો વ્યક્તિ બીજું કોઈ નહી

ન્યાયાધીશ ઉત્તમ આનંદ હતા. રિક્ષા ટક્કર વાગતા જ ન્યાયાધીશ ગંભીર રીતે ઘાયલ થયા અને થોડી જ ક્ષણોમાં જીવ જતો રહ્યો. જાે કે ગંભીર બાબત એ બની કે ટક્કર મારી, રિક્ષાવાળાએ રોકવાને બદલે રિક્ષા ખૂબ ગતિથી દોડાવી મૂકી.
આ ઘટના ઝારખંડના ધનબાદની છે.અને રિક્ષાએ જે વ્યક્તિને ટક્કર મારી તે વ્યક્તિ ધનબાદના જજ ઉત્તમ આનંદ હતા.

પણ જ્યાં સુધી આ ઘટનાના સીસીટીવી સામે ન આવ્યા ત્યાં સુધી આ ઘટનાને માત્ર એક અકસ્માતના રૂપથી જાેવામાં આવી પરતું સીસીટીવીને ધ્યાનથી ચેક કરતાં ગુનાહીત કાવતરાની ગંધ આવી.

આખીય ઘટનાને એક અક્સમાતમા પતાવી દેવાનો પ્લાન ઘડાયો.ન્યાયાધીશ ઉત્તમ આનંદ ૬ મહિના પહેલાજ ધનબાદના ન્યાયાધીશનો પદભાર સંભાડયો હતો. આ પહેલા તે બોકારો જિલ્લાના સત્ર ન્યાયાધીશ હતા. રોજની જેમ ન્યાયાધીશ ઉત્તમ આનંદ કસરત કરવા સવારે ૫ વાગ્યે તેમના ધરથી નીકળ્યા, આ જ સમય દરમિયાન રણધીર વર્મા ચોક પાસે ન્યુ જજ કોલોનીના વળાંક પર એક રિક્ષા ટક્કર મારી અને ત્યારથી રફુચક્કર થઈ ગઈ. રસ્તા પર વ્યક્તિને તડપતો જાેઈ પવન પાંડે નામના રાહદારીએ જજને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ ભેગા કર્યા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું.

આ મામલે વધૂ તપાસ હાથ ધરાતા જજને ટક્કર મારાવા જે રિક્ષાનો પ્રયોગ થયો તે પાથરડીહમાં રહેવા વાળી સુગની દેવીની છે. સુગની અનુસાર તેની રિક્ષા ચોરી થઈ ગઈ હતી. અને એ જ રિક્ષા થી જજને ટક્કર મરાઈ હતી. જજ ઉત્તમ આનંદ રોજ થોડી જ વારમાં કસરત કરી પાછા આવી જતાં હતા. બુધવારે સાત વાગ્યા સુધી ઘરે પરત ન ફરતા તેમનો પરિવાર ચિંતામાં મુકાયો. ત્યાર બાદ પરિવાર જનોએ સદર પોલીસ સ્ટેશનમાં જજ ગુમ થયાની ફરિયાદ કરી. સૂચના મળતા જ પોલીસ બેડામાં દોડધામ મચી અને સમગ્ર શહેરમાં જજની શોધખોળ શરૂ થઈ. પોલીસને હોસ્પિટલમાં એક લાશ પડી હોવાની સુચના મળી. જ્યાં તપાસ કરતાં ન્યાયાધીશના બોડીગાર્ડે જજના મૃતદેહની ઓળખ કરી. ઉત્તમ આનંદના શરીર તેમજ માથા પર ઊંડા ઘા હતા. જે બાદ પોલીસે તપાસ ઝડપી કરી હતી. ઝારખંડ સરકારે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા.

મહત્વનું છે કે ન્યાયાધીશ ઉત્તમ આનંદ ચર્ચિત રજયસિંહ હત્યાકાંડની સુનાવણી કરી રહ્યા હતા. રજયસિંહ ધનબાદના બાહુબલી નેતા અને ઝારીયાના પૂર્વના ધારાસભ્ય સંજીવસિહનાં નજીક હતા. થોડા સમય પહેલા જ ઉત્તમ આનંદે શૂટર અભિનવ અને રવિ ઠાકુરની જમાનાત અરજી નકારી કાઢી હતી. એ વાતની અંદેશો આવી રહ્યા છે કે, જજના મોત પાછળ રંજયસિંહ હત્યાકાંડના તાર જાેડાઈ રહ્યા છે. રિક્ષાની ડ્રાઈવર સીટ પર બે વ્યક્તિ બેઠેલા જાેઈ શકાય છે. આ સમગ્ર મામલે તપાસની માંગ કરવામાં આવી હતી. બાર એસોસિયેશન દ્વારા સરકારને આ મામલે સીબીઆઈ તપાસ કરાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.