Western Times News

Gujarati News

મેરી કોમનો કોલંમ્બિયાની બોક્સર સામે પરાજય થયો

ટોક્યો: ટોક્યોમાં અત્યારે દુનિયાની સૌથી મોટી રમતની સ્પર્ધા ઓલિમ્પિક ચાલી રહી છે. ભારત સહિત આખા વિશ્વની નજર અત્યારે ટોક્યો પર છે. ભારત તરફથી મીરાબાઈ ચાનુ એક મેડલ જીતીને લાવ્યા છે. આજે ભારતને આશા હતી કે મેરી કોમ દેશ માટે ઓલિમ્પિક મેડલ જીતીને લાવશે. પરંતુ છ વાર વિશ્વ ચેમ્પિયન રહી ચુકેલા એમસી મેરી કૉમનું ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું સપનંત રોળાઈ ગયું છે.

મેરી કોમે મહિલા બોક્સિંગના ક્વાર્ટર ફાઈનલમાં કોલમ્બિયાની ઈંગ્રિટ વાલેંસિયા સામે હારનો સામનો કરવો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે તે ૨૦૧૬માં રિયોમાં થયેલા ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા છે. મેરી કૉમ આ પહેલા બે વાર કોલમ્બિયાની આ એથ્લીટ સાથે રમી ચુક્યા છે અને બન્ને મેચમાં મેરી કોમની જીત થઈ હતી.

૨૦૧૯માં વર્લ્‌ડ ચેમ્પિયનશિપના ક્વાર્ટર ફાઈનલમાં પણ કોલમ્બિયાની આ પ્લેયર સામે મેરી કોમે જીત મેળવી હતી. આ પહેલા ડોમેનિકા ગણરાજ્યની મિગુએલિના હર્નાડિઝે ગાર્સિયા પર શાનદાર જીત મેળવીને પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી મેળવી હતી. ઓલિમ્પિક ૨૦૧૨ની બ્રોન્ઝ મેડલ વિજેતા મેરી કૉમે પોતાનાથી ૧૫ વર્ષ જૂનિયર અને પેન અમેરિકન ગેમ્સના બ્રોન્ઝ મેડલ વિજેતાને ૪-૧થી હરાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.