કાપડના વહેપારી સાથે રૂ.૪.રપ કરોડની છેતરપીંડી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં લોકડાઉન બાદ છેતરપીંડીની ફરિયાદો વધવા લાગી છે આ દરમિયાનમાં વધુ એક વહેપારીએ ઉધારમાં માલ આપ્યા બાદ માલ ખરીદનાર વહેપારીઓએ રૂપિયા નહી ચુકવતા કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં બે આરોપીઓ વિરૂધ્ધ વહેપારીએ રૂ.૪.રપ કરોડની છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત એવી છે કે કાપડની જાણીતી ઝીંદાલ વર્લ્ડ વાઈલ્ડ લીમીટેડ કંપનીમાંથી અંકુર અને સંતોષ નામના બે શખ્સોએ ઉધારમાં રૂ.૪.રપ કરોડનો અલગ અલગ બીલથી કાપડનો જથ્થો ખરીદયો હતો આ નાણાંની ઉઘરાણી કરવામાં આવતા પ્રથમ બંને શખ્સોએ વાયદા બતાવ્યા હતા અને ત્યારબાદ ગલ્લાતલ્લા કરવા લાગતા અને રૂપિયા આપવાનો ઈન્કાર કરી દેતા આખરે આ અંગે અંકુર અને સંતોષ નામના બંને શખ્સો વિરૂધ્ધ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે બંને આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.