કાપડ માર્કેટના વેપારી સાથે પાંચકુવાના ત્રણ વેપારીઓએ ૯૦ લાખની છેતરપીંડી કરી
અમદાવાદ : શહેરનાં ખૂબ જ પ્રતિષ્ઠીત એવા કાપડ માર્કેટનો કેટલાંક સમયથી ગ્રહણ લાગ્યુ હોય તેમ પ્રતિત થાય છે ે પરપ્રાતથી વેપારીના વેશમા આવતા ગઠીયાઓ શહેરનાં વેપારી સાથે વ્યવહારો કરી તેમનો વિશ્વાસ જીતીને લાખો રૂપિયાનો માલ મેળવ્યા બાદ ઠગ વેપારીઓ છુમંતર થઈ રહ્યા છે. આવી વધુ એક ફરિયાદ કાગડાપીઠ પોલીસ મથકમાં નોંધાઈ છે.
પવનકુમાર માધવદાસ મોતવાણી હાંસોલ સરદારનગર ખાતે રહે છે અને પાંચકૂવા ખાતે પોતાની કાપડની દુકાન ધરાવતી ધંધો કરે છે કેટલાક વર્ષ અગાઉ તેમના ભાગીદાર મેહુલભાઈએ સફળ ૩ કાગડાપીઠ ખાતે વધુ એક દુકાન શરૂ કરી હતી જ્યા પહેલેથી જ દુકાન ધરાવતા વીજુભાઈ સેવકાની એ તેમની પાસેથી કેટલાંક કાપડનો જથ્થો ખરીદ્યો હતો અને તેની ચૂકવણી સમયસર કરી હતી.
બાદમાં વીજુભાઈ વિનોદભાઈ સોનીયા (હરીઓમ માર્કેટ પાંચકુવા) તથા અનીલ મારવાળી પાચકુવા નીપણ ઓળખ કરાવી હતી. પવનકુમાર તથા તેમના ભાગીદાર મેહુલભાઈ વિશ્વાસ જીતીને ત્રણેય વેપારીઓએ તેમની પાસેથી રૂપિયા ૯૦ લાખનો કાપડનો જથ્થો ખરીદ્યો હતો જા કે બાદમા રૂપિયાની ઉઘરાણી કરતા ત્રણેય ગલ્લા તલ્લા કરતા અને વાયદા બતાવતા હતા જેના પગલે પવનકુમારે કાગડાપીઠ પોલીસ મથકમાં ત્રણેય વેપારી વિરુદ્ધ ફરીયાદ ૯૦ લાખની ઠગાઈની ફરીયાદ નોંધાવી છે આટલીમોટી રકમની છેતરપીડીની જાણ થતા કાપડ માર્કેટમાં અન્ય વેપારીઓ પણ ચોકી ઉઠ્યા છે વેપારી આલમમાં ફફડાટ ફેલાયો છે વારવાર ઠગાઈને પગલે તમામ વેપારીઓ આ અંગે કોઈ કાર્યવાહી કરવામા આવે તેમ ઈચ્છે રહ્યા છે.