કોન્ટેક્ટ લેન્સ ધારણ કરીને નહાવાથી ઈન્ફેકશનનો ખતરો વધી જાય, અલ્સરનો પણ ખતરો
કોન્ટેક્ટ લેન્સ ધારણ કરીને નાહનારા સાવધાન. એવ કરવાથી આંખોમાં ઈન્ફેકશનનો ખતરો સાત ગણો વધી શકે છે. આંખોમાં દુઃખાવો રહેવાની સાથે આંખ લાલ થવાની અને કાર્નિયામાં અલ્સર થવાની શક્યતા પણ વધી જાય છે. બ્રિટીશ સંશોધનકર્તાઓએ આ દાવો કર્યો છે. સંશોધકો કોન્ટેક્ટ લેન્સ ધારણ કરનારા ૮ યુઝર્સ પર સંશોધન કરીને દાવો કરી રહ્યાછે
આ રીસર્ચમાં એ હકીકત સામે આવી છે કે લન્સ ધારણ કરીને નાહતા હોવ તો આંખો પર તેનો ખરાબ પ્રભાવ પડે છે. અને તેનો ઉપચાર ન થાય તો ધુધળુ દેખાઇ શકે છે. સંશોધનકર્તાઓનુ કહેવુ છે કે નહાતી વખતે જાે લેન્સર પહેરી રાખવાથી બેકટેરીયાને આંખમાં સંક્રમણનો ફેલાવો કરવામાં મદદ મળે છે.
નહાતી વખતે લેન્સી સપાટી ભીની થતી હોવાને કારણે બેક્ટેરીયાન પાતાની સંખ્યા વધારવામાં મદદ મળે છે. બ્રિટીસ સંશોધનકારોનું કહેવુ છે કે ૪૦ લાખ લોકો કોન્ટેક્ટ લન્સનો ઉપયોગ કરે છે. તેને કારણે આંખોમાં સંક્રમણના કેસ વધુ જાેવા મળે છે. જે આગળ જતાં આંખોની રોશની ઘટાડે છે. તેથી સાવધ રહેવું જરૂરી છે.
સંશોધન કરનારા સાઉથ થેમ્પટન, યુનિવર્સિટીના સંશોધનકર્તા પરવેઝ હુસેનનું કહેવુ છે કે લન્સની જાળવણી માટે સાફસફાઈ ન રાખવામાં આવે તો સંક્રમણ વધે છે. સંશોધન સમયે લેન્સ ઉપયોગ કરનારા ૭૮માંથી ૩૭ લોકો આંખોનું સંક્રમણ અર્થાત માઈક્રોબિય્લ કેરડટાઈટીસ જવા સંક્રમણને સામનો કરી રહ્યા હતા. સંશોધકોનું કહેવુૃં છે કે કોન્ટેક્ટ લેન્સની સૌથી વધુ ઉપયોગ રપ થી ૩૯ વર્ષના લોકો કરતા હોય છે. અને તે વયજૂથ પર સૌથી વધુ જાેખમ હોય છે.