Western Times News

Gujarati News

કોરોનાની બીજી લહેરમાં ૪૫ વર્ષથી ઓછી વયના દર્દીઓના થયા વધુ મોત

Files Photo

નવીદિલ્લી: કોરોના મહામારીની પહેલી લહેરના મુકાબલે બીજી લહેરના મુકાબલે બીજી લહેર કેટલી ખતરનાક હતી એનો પુરાવો મોતના આંકડા આપી ચૂક્યા છે. કોરોનાની બીજી લહેરમાં મરનારનો આંકડો પહેલી લહેરના મુકાબલે ઘણો વધુ હતો. મેક્સ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલ એક અભ્યાસમાં પણ એ જ સામે આવ્યુ છે કે બીજી લહેરમાં કોરોનાથી જીવ ગુમાવનાર દર્દીઓની સંખ્યા પહેલી લહેરના મુકાબલે ૪૦ ટકા વધુ હતી.

કોરોનાની બીજી લહેરમાં ૪૫ વર્ષથી ઓછી વયના દર્દીઓના થયા વધુ મોત, ૪૦ ટકા વધ્યો આંકડોકોરોનાની બીજી લહેરમાં ૪૫ વર્ષથી ઓછી વયના દર્દીઓના થયા વધુ મોત, ૪૦ ટકા વધ્યો આંકડો આ અભ્યાસ એપ્રિલ ૨૦૨૦થી ડિસેમ્બર ૨૦૨૦ અને પછી જાન્યુઆરી ૨૦૨૧થી જૂન ૨૦૨૧ વચ્ચે કરવામાં આવ્યો છે. અભ્યાસથી જાણવા મળ્યુ કે બીજી લહેર દરમિયાન હોસ્પિટલમાં ભરતી ૫૪૫૪ દર્દીઓનો મૃત્યુદર ૧૦.૫ હતો કે જે પહેલી લહેરના મુકાબલે ૪૦ ટકા વધુ છે. અભ્યાસ મુજબ પહેલી લહેરમાં ૧૪૩૯૮ દર્દી હોસ્પિટલમાં ભરતી થયા હતા જેનો મૃત્યુ દર ૭.૨ ટકા હતો.

આ અભ્યાસમાં દિલ્લી-એનસીઆના ૬ અને આખા ઉત્તર ભારતમાં કુલ ૧૦ હોસ્પિટલોમાંથી ડેટા એકઠો કરવામાં આવ્યો છે. આ અભ્યાસનુ નેતૃત્વ કરનાર મેક્સ હેલ્થકેરના સમૂહ ચિકિત્સા નિર્દેશક ડૉ. સંદીપ બુદ્ધિરાજાએ જણાવ્યુ છે કે કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ મોત ૪૫ વર્ષથી ઓછી ઉંમરના દર્દીઓના થયા છે. ડૉ. બુદ્ધિરાજાએ જણાવ્યુ કે કોરોનાની પહેલી લહેરમાં મેક્સ ગ્રુપની હોસ્પિટલોમાં ભરતી દર્દીઓના મોતનો આંકડો ૧.૩ ટકા હતો પરંતુ બીજી લહેરમાં આ આંકડો ૪.૧ ટકા સાથે ખતરનાક સ્તરે પહોંચી ગયો.

બુદ્ધિરાજાએ જણાવ્યુ કે માત્ર ૪૫ વર્ષથી ઓછી ઉંમરના જ નહિ પરંતુ ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકોના મોતમાં પણ વધારો થયો હતો. કોરોનાની પહેલી લહેરમાં ૪૫થી ૫૯ વર્ષના ૫૬ ટકા દર્દીઓના મોત થયા હતા. બીજી લહેરમાં આ આંકડો ૭.૬ ટકા સુધી જતો રહ્યો. હોસ્પિટલમાં ભરતી કરવામાં આવેલ ૬૦થી ૭૪ વર્ષ વયજૂથના ૧૨ ટકા દર્દીઓએ પહેલી લહેર દરમિયાન પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. વળી, બીજી લહેરમાં આ ડેટા ૧૩.૮ ટકાનો છે.

આ ઉપરાંત ૭૫ વર્ષથી ઉપરના લોકોનો મૃત્યુ આંક પહેલી લહેર દરમિયાન ૧૮.૯ ટકા હતો જે બીજી લહેરમાં ૨૬.૯ ટકા થઈ ગયો. કુલ મળીને જાેવામાં આવે તો પહેલી લહેરના મુકાબલે બીજી લહેરમાં ૪૫ વર્ષથી ઓછી ઉંમરના લોકોના વધુ મોત થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.