Western Times News

Gujarati News

ભાજપના નેતાઓ સોનિયા ગાંધીની વિરાસતને પણ પોતાની ગણાવી રાષ્ટ્રવાદી બની જશે : શ્રવણ

નવીદિલ્હી: ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રવક્તા ડો. શ્રવણ દસોજૂએ કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી જી કિશન રેડ્ડી દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર કરવામાં આવેલા કટાક્ષનો જવાબ આપ્યો છે. શ્રવણ દસોજૂએ રાહુલ ગાંધી પર કરવામાં આવેલા ટિ્‌વટને બેજવાબદારી ભર્યા ગણાવ્યા હતા.

પૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિમ્હા રાવની ૧૦૦મી જયંતિ પર જી કિશન રેડ્ડીએ રાહુલ ગાંધી પર ટિ્‌વટ કરીને પ્રહાર કર્યો હતો, જેમાં તેમણે કહ્યુ હતુ કે,રાહુલ ગાંધી એટલા વ્યસ્ત છે કે, પૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિમ્હા રાવની ૧૦૦મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપવાનું પણ ભૂલી ગયાં. કિશન રેડ્ડીએ નરસિમ્હા રાવને એક આજીવન કોંગ્રેસી ગણાવ્યા હતા અને તે આ જાેઈને દંગ રહી ગયા કે, એક વંશ નરસિમ્હા રાવની વિરાસતને રગદોળી રહ્યુ છે. આવી રાજકીય અસ્પૃશ્યતા અરૂચિકર અને દુર્ભાગ્યપૂર્ણ છે.

તો આજે ડો. દાસોજૂ શ્રવણે કિશન રેડ્ડીના ટ્‌વીટનું ખંડન કરતા તેમણે શિખામણ આપી હતી. શ્રવણે કહ્યુ હતું કે, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની વિરાસતને પોતાની ગણાવી વાહવાહી લૂંટવાની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ પહેલા પોતાના દિગ્ગજ નેતાઓનું સન્માન કરતા શિખવુ જાેઈએ.

જેમણે પોતાની પાર્ટી બનાવવામાં ભારે મહેનત કરી છે.પ્રસન્નતા સાથે દાસોજૂ શ્રવણે કહ્યુ કે, એક દિવસ ભાજપ ભવિષ્યમાં સોનિયા ગાંધીની વિરાસતમાં પણ ભાગીદારીનો દાવો કરવા સુધીની નીચલા સ્તરે જઈ શકે છે. કેમ કે તેમની પાસે પોતાના કોઈ મહાન નેતા છે જ નહીં. ભાજપ કોંગ્રેસના આંતરિક મામલામાં કારણ વગરની ચંચૂપાત કરે છે.

તેમણે આગળ કહ્યુ કે, કિશન રેડ્ડી કારણ વગર પરેશાન થઈ રહ્યા છે. જાે રેડ્ડી એટલા જ ચિંતાગ્રસ્ત હોય તો પહેલા તેમણે એ વિશે બોલવુ જાેઈ કે, નરેન્દ્ર મોદીએ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જાેશી જેવા દિગ્ગજ નેતાઓને ભાજપમાંથી શા માટે અપમાનિત કરી સાઈડમાં કરી નાખ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.