ક્લાઇમેટ ચેન્જ: આગામી થોડા વર્ષોમાં પૃથ્વિને ખૂબ ખરાબ પરિસ્થિતિઓ સામે ઝઝુમવુ પડશે
કેટલાંક પરિવર્તન આપણા સુધી એટલા ધીમાં પહોંચે છે કે વર્તમાન પેઢી તેના પરિણામોની જવાબદારી લેતી નથી. સ્વાભાવિક રીતે જળવાયુ પરિવર્તન (ક્લાઇમેટ ચેન્જ) એક એવો મુદ્દો છે, જેને આપણે આ મથાળા હેઠળ લઇ શકીએ છીએ.
આપણને યાદ છે કે ગ્રીન હાઉસ ગેસ, ક્લોરોફ્લોરોકાર્બન્સ અને ઓઝોનના પડમાં કાણાં જેવા શબ્દો આપણે સાંભળ્યા છે. આપણે સ્કૂલમાં હતા ત્યારે આ શબ્દો વાપરતા હતા. મતલબ આપણને આજથી ૩૫ વર્ષ પહેલા પણ આ મુદ્દા અંગે જાણ હતી, છતાં પણ આ અંગે બહુ ઓછું કામ થયુ છે અને હજુ પણ એ જ વલણ જારી છે.
તેનું એક કારણ બે લોબીઓ છે, જે ઇચ્છે છે કે કાર્બન ઉત્સર્જન જારી રહે. તેલ તથા ગેસ ઉદ્યોગ વિશ્વનો સૌથી મોટો વ્યવસાય છે. તથા ઓટોમોબાઇલ નિર્માતા વિશ્વનો બીજાે સૌથી મોટો વ્યવસાય છે. નિશ્ચિત રીતે આ બંને કાર્બનડાયોક્સાઇડ ઉત્સર્જનના પ્રમુખ સ્ત્રોત પણ છે, જે આપણે જાણીએ છીએ કે તે જળવાયું પરિવર્તનનું એક પ્રમુખ કારણ છે.
બીજુ કારણ એ છે કે આપણે આ ખતારને ગંભીરતાપૂર્વક લીધો જ નથી, કેમ કે આપણે અનુભવીએ છીએ કે સીધી રીતે આ આપણી પેઢી માટે ચિંતાનો વિષય નથી. થોડી વધારે ગરમી કે થોડી વધુ ઠંડી આપણા જીવનમાં નાટકીય બદલાવ લાવવા માટે તેમજ આપણા માટે અસુવિધા પેદા કરવાનું કોઇ કારણ નથી.
તેના પરથી જ આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે ૧૯૮૫થી લઇને અત્યાર સુધી મોટા પ્રમાણમાં વૈચિરાક પ્રક્રિયાએ કેવી રીતે કામ કર્યું તથા આ જ એકમાત્ર કારણ છે કે કેમ આપણે ક્લાઇમેટ ચેન્જને એક ઘટના તરીકે સ્વીકાર્યુ. પરંતુ તેના માટે ઘણું બધુ કરતાં આપણને સંકોચ થાય છે.
સમસ્યા એ છે કે એક વાર ફરી નિષ્ણાતો આપણા કાનમાં બૂમો પાડી રહ્યા છે કે જાે આપણે આ બધી વસ્તુઓ પર કામ ન કર્યુ તો આગામી થોડા વર્ષોમાં આપણા ગ્રહને ખૂબ ખરાબ પરિસ્થિતિઓ સામે ઝઝુમવુ પડશે, પરંતુ આપણે નિશ્ચિતતા સાથે કહી શકીએ છીએ કે આપણે આ ખતરા વિરૂદ્ધ નિર્ણાયક રીતે કામ કર્યું નથી.
એક અન્ય ક્ષેત્ર છે, આપણી અર્થવ્યવસ્થા. જ્યાં એવું જ થઇ રહ્યું છે. આપણા સરકારી આંકડા જણાવે છે કે આપણે કઇ તરફ જઇ રહ્યા છીએ. આજે જેટલા લોકો કામ કરી રહ્યા છે, ૨૦૧૪માં તેનાથી પાંચ કરોડ વધુ ભારતીયો કામ કરતા હતા. ૧૮૦ કરોડ લોકો પ્રતિમાસ મફતના અનાજ પર નિર્ભર છે.
બે વર્ષ તથા મહામારીના ત્રણ મહિના પહેલાથી જીડીપીના વિકાસદરમાં ઘટાડો થયો છે. આ વર્ષે આપણે અર્થવ્યવસ્થા એવી જ રહેશે જેવી ૨૦૧૯માં હતી. ૨૦૧૯માં તે નબળી જ હતી. બાંગ્લાદેશનો ૨૦૧૪માં પ્રતિવ્યક્તિ જીડીપી આપણા કરતા લગભગ ૫૦ ટકા પાછળ હતો, જે આજે આપણા કરતા આગળ છે.
તેનું કારણ એ છે કે આપણે કઇ દિશા તરફ ચાલી નીકળ્યા છીએ. આપણે આ સવાલોના જવાબ ત્યારે જ આપી શકીએ જ્યારે આપણે પહેલાં એ સ્વીકારી લઇએ કે જે પ્રકારે અર્થવ્યવસ્થાનું મેનેજમેન્ટ કરાય છે તેમાં કંઇક ને કંઇક ખોટું છે. આ વસ્તુમાં સુધીરો ત્યારે જ થઇ શકે જ્યારે આપણે સ્વીકારી લઇએ કે આપણે કોઇ ખોટી દિશામાં જઇ રહ્યા છીએ. જાે આપણે એમ વિચારીશું કે આપણે સાચા છીએ તો આપણે ત્યાંજ પહોંચીશું, જ્યાં આપણને રસ્તો લઇ જાય.
એક ત્રીજુ ક્ષેત્ર, જેના પરિણામો અંગે આપણે સંપૂર્ણ રીતે સમજ્યા જ નથી, તે છે સમાજનું સાંપ્રદાયીકરણ, જે પૂર્ણ છે. આજે અલ્પસંખ્યકો પર હુમલા ભલે તે મુસલામન હોય કે ખ્રિસ્તી પણ સામાન્ય થઇ ગયા છે. અલ્પસંખ્યક ભારતીયોનું અનુમાન એ છે કે હિંસાએ આપણા સમાજમાં ખૂબ જ ઝડપથી સ્થાન બનાવી લીધું છે.
જળવાયુ પરિવર્તનની જેમ અને સંભવત ઃ અર્થવ્યવસ્થાથી વિપરીત તેને એક જબરદસ્તી થોપાયેલા આચરણ તરીકે જાેવામાં આવે છે. એ કહેવું ખોટુ નથી કે સરકાર જાણી જાેઇને જીડીપીની વૃદ્ધિને નિષ્ફળ બનાવી રહી છે. એ કહેવું સ્પષ્ટ હશે કે આજે ભારતને જાણી જાેઇને એવી વસ્તુ તરફ લઇ જવામાં આવી રહ્યું છે કે જ્યારે સાંપ્રદાયિકતા સંપૂર્ણ રીતે સંક્રમિત કરી દેશે.
એક નબળી અર્થવ્યવસ્થાના કારણે કુલ વિશ્વાસનું સ્તર નીચે છે, જેનો અર્થ એ થયો કે રોકાણ ઓછું રહેશે. તેના પર કાયદો તોડવા તથા ભીડને સશક્ત કરવા તથા સમૂહોને હિંસક બનાવવાની વધુ અસર પણ પડશે. અર્થવ્યવસ્થા અને ક્લાઇમેટ ચેન્જને લઇને તો આપણે ખૂબ જલદી પસ્તાવુ પડશે.