ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના રક્ષણ માટે અભૂતપૂર્વ બંદોબસ્ત ગોઠવાયો
ચંડીગઢ, પંજાબી ગાયક સિધુ મૂસેવાલાની હત્યાના કેસમાં તપાસ ચાલી રહી છે ત્યારે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ગઈ કાલે પંજાબમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. કેસમાં પંજાબની પોલીસ બિશ્નોઈની પૂછપરછ કરવા માગે છે એટલે તેને દિલ્હીની તિહાર જેલમાંથી પંજાબ લઈ જવામાં આવ્યો હતો.
મૂસેવાલાની જ્યાં ગયા મહિને હત્યા કરવામાં આવી હતી તે માનસા શહેરના ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ સમક્ષ બિશ્નોઈને હાજર કરાયો હતો, પરંતુ એના રક્ષણ માટે અભૂતપૂર્વ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. એને બે બુલેટપ્રુફ કાર, ૫૪ પોલીસોના કાફલાના રક્ષણ હેઠળ પંજાબ લઈ જવામાં આવ્યો હતો.
માનસાના મેજિસ્ટ્રેટે બિશ્નોઈને સાત દિવસ માટે રીમાન્ડ પર રાખવાની પંજાબ પોલીસને છૂટ આપી છે. બિશ્નોઈને પંજાબ લઈ જઈ ત્યાંની કોર્ટમાં હાજર કરવાની દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ગઈ કાલે છૂટ આપી હતી. મૂસેવાલાની હત્યામાં પોતે સંડોવાયેલો નથી એવું બિશ્નોઈ દિલ્હી પોલીસને કહી ચૂક્યો છે. હવે પંજાબ પોલીસ એની પૂછપરછ કરવા માગે છે.
પંજાબ પોલીસે લોરેન્સ બિશ્નોઈને સીજીએમ માણસાની અદાલતમાં હાજર કરવા માટે ટ્રાન્ઝિટ રિમાન્ડની માંગ કરી હતી. પંજાબ પોલીસની આ માંગને કોર્ટે સ્વીકારી હતી અને આદેશ આપવામાં આવ્યો કે પંજાબ પોલીસ લોરેન્સની સત્તાવાર ધોરણે ધરપકડ કરી શકે છે.
પંજાબ પોલીસે કોર્ટમાં સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડની તપાસ દરમિયાન ધરપકડ કરવામાં આવેલા આરોપીઓના નિવેદન પણ દાખલ કરી.
પોલીસે જણાવ્યું કે, આરોપીઓના રેકોર્ડ કરવામાં આવેલા નિવેદનમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તેમણે લોરેન્સ બિશ્નોઈને સહ-આરોપી જણાવીને સિદ્ધુ મૂસેવાલાની પૂવર્યિોજિત હત્યાને અંજામ આપવાનું કામ સોંપ્યુ હતું. HS2KP