જંબુસરના કારેલી ખાતે ગાંધી આશ્રમની મુલાકાત લેતા ભરૂચ કલેકટર
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ગાંધીજી દાંડી યાત્રા દરમ્યાન ૨૦ માર્ચ ૧૯૩૦ ના રોજ જંબુસર તાલુકાના કારેલી ગામે આવી પહોંચ્યા હતા અને તેમને રાત્રિ મુકામ કર્યો હતો.આ ઐતિહાસિક સ્થળ છે આગામી ૧૨ માર્ચના રોજ ગાંધી આશ્રમથી દાંડીયાત્રા નીકળનાર છે.જે ૨૦ માર્ચના રોજ જંબુસર તાલુકાના કારેલી ગામે આવનાર હોય દાંડી યાત્રીઓનું ભવ્ય સ્વાગત અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવનાર હોય
જે આયોજનના ભાગરૂપે ભરૂચ જીલ્લા કલેકટર ડૉ.એમ.ડી.મોડિયા કારેલી ગામે મુલાકાતે આવ્યાં હતા.તેમની સાથે પ્રાંત અધિકારી જંબુસર એ.કે.કલસરિયામામલતદાર જંબુસરને જી.કે.શાહ,ટીડીઓ કરસનભાઈ પટેલ હાજર રહ્યા હતા.કારેલી ગામે યોજાનાર સદર કાર્યક્રમ સફળ બને કોઈ કચાશ ન રહી જાય તે માટે કલેકટર ભરૂચ દ્વારા ઉપસ્થિતોને તથા યાત્રી નિવાસ ફરજ પરના કર્મચારીઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યા હતા.