જ્યારે આ એક્ટ્રેસને સાડી પહેરી કમર બતાવવી ભારે પડી હતી
મુંબઈ: ‘દંગલ’ થી ફેન્સના દિલમાં સ્થાન મેળવનાર ફાતિમા સના શેખ ઈન્સ્ટાગ્રામથી પણ ફેન્સ સાથે કનેક્ટ રહે છે. આ માટે તે રોજ તસવીરો, વિડીયોઝથી લઈને પોતાની સેલ્ફી પણ શેર કરે છે. જાકે, જ્યારે એકવાર તેણે સાડી પહેરીને સેલ્ફી પોસ્ટ કરી હતી ત્યારે લોકો ભડકી ઉઠયા હતાં. સોશિયલ મીડિયા પર અનેક યૂઝર્સે લુકને લઈને નેગેટિવ કમેન્ટ્સ પણ કરી હતી.
આ મિરર સેલ્ફીમાં ફાતિમા બ્લૂ કલરની સાડી પહેરેલી જાવા મળતી હતી. જેના પર સફેદ રંગનો બ્લોક પ્રિન્ટ કર્યો હતો. જેની સાથે તેણે કોન્ટ્રાસ્ટિંગ ઈફેક્ટ ક્રિએટ કરતા યેલો અને રેડ કોમ્બિનેશનનું બ્લાઉઝ પહેર્યું હતું. આ બ્લાઉઝની ડિઝાઈન સિમ્પલ હતી.
એક્ટ્રેસે આ સાડી લુકને જ્વેલરી ફ્રી રાખ્યો હતો. બસ હાથમાં એક જ રિંગ પહેરેલી જાવા મળી હતી. તેણે વાળ પણ ખુલ્લા રાખ્યા હતાં. જે લાઈટ કલર્સ સ્ટાઈલમાં હતાં. આ સમગ્ર લુકને ફાતિમાએ ચાંદલા અને આંખમાં બોલ્ડ કાજલ લગાવીને કમ્પ્લિટ કર્યો હતો. એક્ટ્રેસે ફીટ કર્વ્સને ફ્લોન્ટ કરતા સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરી હતી. જાકે, થોડા જ સમયમાં તે ટ્રોલર્સના નિશાને આવી હતી.
યૂઝર્સે તેને સાડીને આ રીતે ‘સેક્સી’ રૂપમાં રજૂ કરવા અંગે ખરી-ખોટી સંભળાવી હતી. કેટલાક યૂઝર્સે ધર્મને લઈને નિશાન સાધતા કહ્યું કે, “ઉપરવાળો બધું જ જુએ છે.’ યૂઝર્સે તેના માટે ‘બેશર્મ’, ‘શરમ તો રાખ’, ‘હવે હું આનો ફેન નથી રહ્યો.’ બેશરમીની પણ કોઈ હદ હોય છે” આવી કમેન્ટ્સ પણ કરી હતી.
જાકે, ફાતિમા સના શેખને કદાચ એ ખબર જ હશે કે આ સેલ્ફી તેને નેગેટિવ કમેન્ટ્સનો શિકાર બનાવી શકે છે. જેથી તેણે પોતે જ કેપ્શન આપ્યું હતું કે, ‘ એટલે કે બેશર્મ સેલ્ફી. નોંધનીય છે કે એક્ટ્રેસનો આ લૂક એક ફોટોશૂટ માટે હતો.