દાહોદમાં કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા
દાહોદ જિલ્લામાં આજરોજ દેશના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીજીની ૩૦ મી પૂર્ણતીથી હોય તે નિમિતે દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા ઝાયડસ હોસ્પિટલની બહાર રેન બસેરામાં પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીજીને શ્રધ્ધાજલી અર્પણ કરવામાં આવી હતી. દાહોદના ઝાયડસ હૉસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓના પરિવાર ને તેમજ દર્દીઓને ફ્રુટ,પાણીની, બોટલો તેમજ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે દાહોદના રેલ્વે હોપ્સીટલ, અર્બન હોસ્પિટલ અને ઝાયડસ હોસ્પીટલમાં કોરોનાં વોરિયર્ષ ડોક્ટરો સ્ટાફ ગણને સમ્માનિત કરવાનો કાર્યક્રમ દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા યોજવામાં આવ્યું હતું. જેમાં દાહોદના કોંગ્રેસના કાર્યકરતો નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.