ધૂળેટી પર્વ નિમિતે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સાંજે પાણી આપવામાં આવશે

અમદાવાદ, આવતી કાલે ધુળેટીનો પ્રસંગ છે જેના પગલે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ધૂળેટીએ દોઢ કલાક વધુ પાણી આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. મ્યુનિ.કોર્પોરેશને જણાવ્યું હતું કે ધુળેટી નિમિતે તા.૧૦ માર્ચના રોજ સવારના રાબેતા મુજબના વોટરસપ્લાય ઉપરાંત સાંજે ૫.૩૦થી ૬.૦૦ વાગ્યા સુધી ઉપલબ્ધ પાણીનાં જથ્થાની મર્યાદામાં પાણીનો સ્પેશીયલ સપ્લાય શહેરના તમામ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનો પરથી આપવામાં આવશે.
આ ઉપરાંત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે ખુબ સાવચેતીથી ધૂળેટીનો તહેવાર મનાવવામાં આવે કોઇ પણ પ્રકારનું આરોગ્ય કે આર્થિક નુકસાન ન થાય તે બાબતને ધ્યાનમાં લેવી આ ઉપરાંત મારવાડી સાતમ આઠમના તહેવારોને ધ્યાનમાં રાથી ૧૬ માર્ચ સોમવનાર રોજ નોકટર્નલ ઝુ પ્રાણીસંગ્રહાલય બાલવાટીકા નગીરના વાડી બટરફલાય પાર્ત તેમજ અન્ય રિક્રીએશન એકિટવીટીઝ સહિત કાંકરિયા લેક ફ્રન્ટ પરિસર જનતા માટે રાબેતા મુજબ ચાલુ રહેશે.